Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પી.પી. સોજીત્રાનો વધુ એક ઉમદા નિર્ણય : અમરેલી નાગરિક બેન્કમાં કુશળ નેતૃત્વ : પદ ન લઇ અન્યોની વરણી કરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૭ : અમરેલીના મેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી.સોજીત્રાએ વધુ એક વખત પોતાની દીર્ધદ્રષ્ટિ અને વિશાળ મનનો તથા તેને અમરેલીનું હૈયે કેટલુ હિત છે  તે દર્શાવી નાગરીક બેંકના સર્વોસર્વા હોવા છતા બેંકના મહત્વના નિર્ણાયક પદ ઉપર ઉતમ વહીવટકર્તા અને એક પણ ખોટી ચીજ ન ચલાવી લેનાર પીઢ  આગેવાનને બેંકનું નેતૃત્વ સોપી જો દરેક આગેવાન આવા વિશાળ હહૃયના હોય તો રાજકારણ પણ તંદુરસ્ત રહે અને સમાજને ઉમદા નેતૃત્વ પણ મળી રહે તે  સાબિત કરી આપ્યુ છે.

અમરેલી નાગરીક સહકારી બેંકમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને એમ.ડી.ની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેનપદે શ્રી  મનસુખભાઇ ધાનાણી, વાઈસ ચેરમેન ડો. સાપરીયા, એમ.ડી. તરીકે  પરેશભાઇ આચાર્યની વરલી કરવામાં આવી હતી. આ પ્રસંગે બેકના સીનીયર  ડાયરેકટર અને બેંકને પ્રગતિના પંથે લઈ ગયેલ શ્રી પી.પી. સોજીત્રા, જીતુભાઈ ગોળવાળા, શ્રી જયેશભાઇ નાકરાણી, ભાવીનભાઇ સોજીત્રા, અરવિદભાઈઇ સીતાપરા, ઉમેદભાઈ ખાચર સહિતના ડિરેકટરોએ ઉપસ્થિત રહી નવનિયુકત હોદેદારોને આવકાર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નાગરીક  બેંક એટલે પી.પી.સોજીત્રા અને પી.પી.સોજીત્રા એટલે નાગરીક બેંક કહેવાય છે આ બેકમાં સોજીત્રા અને તેમના ભત્રીજા ભાવીનભાઈ સોજીત્રા ડાયરેકટર  છે છતા બંનેએ હોદાથી દુર રહી ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી જેવા પદ ઉપર અન્ય ડાયરેકટરોની વરણી કરી તેમનામાં કુશળ નેતૃત્વની શોધ કરી છે લોકો  સતા છોડતા નથી હોતા ત્યારે શ્રી પી.પી.સોજીત્રાની આ પઘ્ધતિ દેશમાં સૌએ અનુકરણ કરવા જેવી છે નાગરીક બેંકની ખાસીયત એ પણ છે કે તેમાં ચેરમેન,  વાઇસ ચેરમેન કે ડાયરેકટરોને કોઇ ભાડા ભથ્થા, વાહન કે સ્ટાફની સુવિધા નથી મળતી લોન માટે ભલામણ થાય તો પણ તે ડાયરેકટરનું નામ લખાય છે લોન  લેનાર પૈસા ન ભરે તો તે તેની પાસેથી વસુલ થાય છે.

(12:56 pm IST)