Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ધોરાજી અને જામકંડોરણામાં કાલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ

ઈવીએમ મશીનો લઇને ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ધોરાજી જામકંડોરણા મતદાન મથક પર રવાના થયા: કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પણ મતદાન કરવાની વ્યવસ્થા ઊભી કરાઇ: મતદાન સમય દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝ ની વ્યવસ્થા કરવામાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સીટ માટે ધોરાજી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતેથી ઈવીએમ મશીનો સાથે 1200 કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ મતદાન મથક જવા રવાના થયો હતો
ધોરાજી ખાતે આવેલ ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે થી ચૂંટણી અધિકારી ની હાજરી માં ચૂંટણી સ્ટાફ ને ઇવીએમ સુપરત કરવામાં આવ્યા હતા
ધોરાજી અને જામકંડોરણા ના 141 મતદાન મથકો પર આવતીકાલે રવિવારે મતદાન પ્રારંભ કરવામાં આવશેઆ સમયે જીલ્લા પંચાયત ની 4 શીટ ના ચૂંટણી અધિકારી ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી તેમજ તાલુકા પંચાયત ની ચૂંટણી અધિકારી કિશોર જોલાપરા તેમજ જાડેજા તાલુકા વિકાસ અધિકારી એ જણાવેલ કે રવિવારે 08:00 141 મતદાન મથકો ઉપર મતદાન ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જેમાંથી
કુલ 69 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે જે અંગે સાધન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમજ વિડીયોગ્રાફી કરવામાં પણ આવશે
કોરોના ની મહામારી ને લઈ તમામ બુથ પર આરોગ્ય વિભાગ નું સ્ટાફ  ખડે પગે રહેસે
ચૂંટણી સાહિત્ય ની કીટ ની સાથે થર્મલ ગન સેનેટાઈઝર માસ્ક સહિત ની વસ્તુ ની પણ કીટ આપવામાં આવી છેતમામ મતદારો નું થર્મલ ગન દ્વારા સ્કેનીંગ હાથ ધરવામાં આવશે બાદ માં મતદાન મથક માં પ્રવેશ આપવામાં આવશે  કોરોના ના દર્દીઓ પણ કરી મતદાન કરી શકશે
તાલુકા હેલ્થ ઑફિસ પર કોરોના ના દર્દીઓ એ કરવું પડશે રજીસ્ટ્રેશન  તેમજમતદાન ની અંતિમ કલાક માં કોરોના ના દર્દીઓ કરી શકશે મતદાન તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે
તમામ મતદાન મથકો પર પોલીસ સ્ટાફ મહિલા પોલીસ અને હોમ ગાર્ડ અને એસ આર પી ના જવાનો રહેસે તેનાત
આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે પીએસઆઇ નયનાબેન કદાવલા પીએસઆઈ વસાવા તેમજ પાટણવાવ પી.એસ.આઇ રાણા તેમજ જામકંડોરણા ન પીએસઆઇ ગોહિલ વિગેરે સઘન પોલીસ બંદોબસ્ત માટે વ્યવસ્થા માં ગોઠવાયા છે

(7:02 pm IST)