Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

માતા-પુત્ર કોદાળી-લાકડી લઈ પિતા ઉપર તૂટી પડ્યા

ઘરના મોભીને મોતને ઘાટ ઉતાર્યો : બનાવ બાદ આસપાસની વાડી વાળાઓએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી

જૂનાગઢ,તા.૨૬ : જૂનાગઢ તાલુકાના ના વડાલ નજીક આવેલ કેરાળા ગામે ગત રાત્રે ખેલાયો હતો. ખૂની ખેલ જેમા માતા પુત્ર યમદૂત બનીને પોતાના ધરના મોભીની હત્યા કરી નાંખી હતી. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક દીપક ચંદુભાઈ કુડેચા કેરાળા ગામે આવેલી વાડીએ પોતાની પત્ની, દીકરા અને દીકરી સાથે પરીવાર સાથે રહેતો હતો અવારનવાર ધર્મા ઝગડા થતા હતા પણ પરિવારજનોની સમજાવટથી કંકાસ આગળ વધતો નહી. પણ ગઈ કાલે રાત્રે ફરી પરિવારમા ઝગડો થયો હતો અને ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે મૃતક દીપક ની પત્ની વીજયા, દીકરો જયેશ ખેત ઓજાર કોદાળી વડે દીપક ઉપર તુટી પડ્યા હતા અને કોદાળી તેમજ લાકડીથી દીપકના માથાના ભાગે ઉપરા-ઉપરી ઘા કરતા દીપક તયા ઢળી પડ્યો હતો અને તેનુ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.

બનાવ બાદ આસપાસની વાડી વાળાઓએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકની બોડીને પી. એમ માટે રવાના કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમના પરિવાર જનોના નિવેદન લેતા મૃતક દીપકની માતાએ દીપકની પત્ની વિજયા, પુત્ર જયેશ તેમજ દીકરી એકતા વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે માતા પુત્રની અટક કરી કરી હતી. અને તેમના કોરોના ટેસ્ટ માટે રવાના કરવામા આવ્યા છે. દીકરી એકતાનો હાલ કોઈ રોલ સામે આવ્યો નથી એટલે પોલીસે તેની અટક કરી નથી પણ તપાસ મા બહાર આવશે તો તેની ધરપકડ કરવામાં આવશે. હાલ માતા-પુત્રના રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે પણ હાલ તો ઘર કંકાસને લઈને બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે.

(9:28 pm IST)