Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

હળવદના ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા :૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત

હળવદ તાલુકાના ટીકર ગામની બ્રાહ્મણી નદીમાં ખુલ્લેઆમ ખનીજચોરી અંગે  મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ  અધિકારી દ્વારા ટીકર ગામની બ્રાહ્મણી નદીમાં છાપો મારતા ૫  હિટાચી મશીન દ્વારા રેતીનું ખનન વહન થઈ રહ્યુ હતુ ત્યારે‌  પોલીસેઅને ખાણ ખનીજના અધિકારીઓ  નદીના પટમાં છાપો મારતા પાંચ નદીના પટમાં દોડધામ મચી જવા પામી હતી પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓ પૂર્વ તૈયારી માં આવતા ૫ હિટાચી  મશીન મશીન  જપ્ત કરી ને  ૪  શખ્સોને પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

  હળવદ તાલુકાના ટીકર ગામની  બ્રાહ્મણીનદીમાં ખનીજ ચોરી દરોડા પડતા અને ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો મોરબી એલસીબી પોલીસ એ ૫ હિટાચી મશીન  અને. ૪ આરોપીને  હળવદ પોલીસ સ્ટેશન.એ હવાલે કર્યા. હતા .

(7:19 pm IST)