Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કચ્છના રાપર તાલુકાના ત્ર'બો ગામે ત્રણ ઉપર ઘાતકી હુમલો : વાડી નજીક ગેરકાયદેસર રેતી ચોરી કરતા તત્વોને કહેતાં મામલો બીચકયો : પિતા પુત્ર અને ભત્રીજા સહિતના ઉપર ૨૦ શખ્સો ધારીયા, ધોકા, કુહાડી સાથે તૂટી પડ્યા

ભુજ : કચ્છના રાપર તાલુકાના ત્ર'બો ગામે ત્રણ ઉપર  ઘાતકી હુમલો થતાં સનસનાટી મચી ગઇ છે .વાડી નજીક ગેરકાયદેસર રેતી ચોરી કરતા તત્વોને કહેતાં મામલો બીચકયો હતો. પિતા પુત્ર અને ભત્રીજા સહિતના ઉપર ૨૦ શખ્સો ધારીયા, ધોકા, કુહાડી  સાથે તૂટી પડ્યા હતા.  આ ધીંગાણામાં એકને ઇજાગ્રસ્ત હાલતમાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે તો બે યુવાનોને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે.

          મુસ્લિમ અને બ્રાહ્મણ સમાજ વચ્ચે થયેલ ડખા ના કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.  વાગડ માં ફરી ટૂંકા ગાળા માં  લોહી  રેડાતાં પોલીસ માં મચી દોડધામ મચી ગઇ છે.

(1:13 pm IST)