Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દ્વારકામાં અગાસીએ સુતેલા શખ્સની નિર્મમ હત્યા થઈ

મૃતદહે અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો : શખ્સ અગાસીમાં સુતો હતો ત્યારે પથ્થર, બેલા જેવા દેખાતા બોથડ પદાર્થ તેની હત્યા કરી નંખાઈ હોવાની આશંકા છેજ

દેવભૂમિ દ્વારકા,તા.૨૭ : રાજ્યમાં રવિવારની સવારે જ્યારે લોકો પોતાના ઘરોમાં બેસીને રજાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે દ્વારકાના વરવાળા ગામે એક નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના નાનકડાં વરવાળા ગામે ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ બન્યો છે. જોકે, હત્યા એટલી બધી નિર્મમ છે જાણીને કોઈ પમ વ્યક્તિ ચોંકી જાય. વરવાળઆ ગામે અગાસીએ સુતેલા એક શખ્સની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પરિવારને ઘટનાની જાણ થતા જ પોલીસને બોલાવવામાં આવી હતી જ્યાં પોલીસને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. એક શખ્સ તેના ઘરે અગાસીમાં સુતો હતો ત્યારે પથ્થર અથવા બેલા જેવા દેખાતા બોથડ પદાર્થ તેની હત્યા કરી નંખાઈ હોવાની આશંકા છે. જોકે, તેનું માથું પણ છૂંદાઈ ગયેલી હાલતમાં હતું અને મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો. આ પ્રકારે અગાસીએ ખેલાયેલા ખૂની ખેલથી નાનકડાં ગામમાં અરેરાટી સાથે સોપો પડી ગયો હતો. જોકે, તાલુકાના બનાવની જાણ વાયુવેગેર આસપાસના વિસ્તારોમાં થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરીને હત્યા કેસમાં આગળની પ્રક્રિયા હાથધરી છે પરંતુ આ હત્યાના કારણે રહસ્ય ઘેરાયું છે.

(7:50 pm IST)
  • ભાજપ સાથે વધુ એક પક્ષ છેડો ફાડવાની તૈયારીમાં શિવસેના અને અકાલી દળ પછી હવે વધુ એક પક્ષ ભાજપના એનડીએ મોરચા સાથે છેડો ફાડી રહ્યાનું જાણવા મળે છે. *ન્યુઝફર્સ્ટ access_time 7:01 pm IST

  • બિહારમાં ભાજપ કાર્યાલયમાં જ કાર્યકરો વચ્ચે ઢીસુમ ઢીસુમ ચૂંટણી પહેલા જ બિહાર ભાજપના કાર્યાલયમાં આજે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે આપસમાં ભારે મારામારી થઈ છે, એકબીજાને લાતો અને ગુસ્તા મારવામાં આવ્યા હતા. access_time 7:00 pm IST

  • અમદાવાદની શાહીબાગ એસીબી કચેરી બની સાંસ્કૃતિક સમન્વયની પ્રતિક ગુજરાતની ધાર્મિક-સંસ્કૃતિની ઓળખ આપતા ચિત્રો - મંદિરો તેમજ હેરીટેજ સ્થળો દ્રશ્યોની ફ્રેમો મુકાઇ : આદિવાસી સંસ્કૃતિ-ગીરના સિંહોના તસ્વીરી ઝલકના દર્શન મુલાકાતીઓ કરી શકશો : કચેરીના નવા લુકથી કર્મચારીઓનો કામ કરવાનો જુસ્સો વધશે : પર્યટન સ્થળે આવ્યા હોય તેવો ભાવ મનમાં સર્જાશે access_time 3:05 pm IST