Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કચ્છના તિર્થધામ નારાયણસરોવર મધ્યે મહાપ્રભુજીની બેઠકે દશેરાએ પારંપરિક પૂજનવિધિ યોજાઈ : રાજાશાહીથી પિસ્તાનાની પ્રસાદિની પરંપરા હજીયે યથાવત

(ભુજ) તીર્થધામ શ્રી નારાયણ સરોવર ખાતે આવેલ ભગવાન શ્રી ત્રિવિક્ર્મરાય જી મંદિર નારાયણ સરોવર જાગીર દ્વારા રાજાશાહી ના વખતથી વર્ષૉથી ચાલી આવતી પરંપરા મુજબ દશેરાના દિવસે સમી વૃક્ષનું પૂજન તેમજ શસ્ત્ર પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણસરોવર જાગીરના  ગાદિપતિ શ્રી સોનલલાલજી મહારાજના હસ્તે પૂજનવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી દિનેશગીરી બાપુ તેમજ શ્રી નારાયણ સરોવર તિર્થધામના વયાપારી અગ્રણીઓ, ગ્રામજનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે શસ્ત્ર પુજન માટે નારાયણસરોવર જાગીર ભગવાન શ્રી ત્રિવિક્ર્મરાયજી મંદિરેથી વાજતેગાજતે નારાયણસરોવર મધ્યે આવેલ શ્રી મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકી ૬૩ નંબરની બેઠકજીએ સમી વૃક્ષ નીચે તલવારનું પુજન કરવામાં આવે છે. પૂજનવિધિ બાદ ઉપસ્થિતો ને પ્રસાદ રુપે વિશેષ પરંપરાગત પિસ્તાના ની પ્રસાદી આપવામાં આવે છે.

(9:35 am IST)