Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભુજ: કરાટેની કોચીંગ દરમ્યાન સગીરાની છેડતી કરનાર કોચ જેલ હવાલે : સગીરાના ફોનમાં બોયફ્રેન્ડનો મેસેજ જોઈ કોચે બ્લેકમેલ કરી

 (ભુજ) ભુજમાં કરાટેની કોચીંગ દરમ્યાન સગીર વિધ્યાર્થીની છેડતી કરનાર કોચના ચકચારી કિસ્સામાં કોચ જેલ હવાલે થયો છે. ગત વર્ષે માર્ચ ૨૦૧૯ ના આ કિસ્સામાં કોચ વિનોદ પ્રેમજી પટેલ દોઢ વર્ષ પછી હમણાં ઝડપાયો હતો. સગીરાના બોયફ્રેન્ડ સાથેની મોબાઈલ ચેટ અંગે જાણ થયા બાદ કોચે સગીરાના બોયફ્રેન્ડ સાથેની ચેટ ના સ્ક્રીનશોટ પાડી લીધા હતા. આ સ્ક્રીનશોટને વાયરલ કરવાની ધમકી આપી કોચ વિનોદ પટેલે સગીરાની છેડતી કરી હતી. ત્યારબાદ પોતાના સહાયક વિનોદ સરગરાની મદદથી કોચ વિનોદ પટેલે સગીરા અને તેના બોયફ્રેન્ડની ચેટ વાયરલ કરી હતી. આ કેસમાં ધરપકડ બાદ કોચ વિનોદ પટેલે જામીન અરજી કરતાં ભુજ કોર્ટના બીજા અધિક સેશન્સ જ્જ શ્રી ગઢવીએ જામીન અરજી નામંજુર કરતાં પોલીસે કોચને જેલ હવાલે કર્યો છે.

(10:09 am IST)