Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

૬૧-લીંબડી વિધાનસભા પેટા ચુંટણીના ઉમેદવારોએ નિયત તારીખે તેમનો ચુંટણી ખર્ચ રજુ કરવાનો રહેશે

ઉમેદવાર ભારતીય ચુંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર રૂ. ૩૦.૮૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે

સુરેન્દ્રનગર તા. ર૭: જીલ્લાની ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગની પેટા ચુંટણી અંતગૃત વિધાનસભા મતદાર વિભાગના ચુંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચુંટણીપંચની ગાઇડલાઇન મુજબ રૂ. ૩૦.૮૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાના રહે છે.

આ વર્ષ અંગે નિર્ધારીત કરેલ તારીખોએ ઉમેદવારોએ પોતે રશ્રૂબરૂમાં અથવા તેમના ચુંટણી એજન્ટ મારફતે ચુંટણી ખર્ચ નિરીક્ષક સમક્ષ તપાસણી માટે ખર્ચ રજીસ્ટર રજુ કરવાનું રહે છે. જેમાં ચુંટણી ખર્ચના રજીસ્ટર તથા ખર્ચ સંબંધી આનુસાંગિક વાઉચરો/દસ્તાવેજો સાથે ખર્ચ નિરીક્ષક પાસે ચકાસણી કરી લેવાના રહે છે. આવા કુલ-૩ નિરીક્ષણો મતદાન પહેલા કરવાના રહે છે. જે પૈકી પ્રથમ નિરીક્ષણ તા. ર૩/૧૦/ર૦ર૦ના રોજ કરાયું છે.

જયારે બીજુ નિરીક્ષણ તા. ર૭-૧૦-ર૦ર૦ના રોજ તેમજ ત્રીજુ નિરીક્ષણ તા. ૦૧-૧૧-ર૦ર૦ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ચુંટણી અધિકારી ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, કોન્ફરન્સ હોલ, લીંબડી ખાતે રાખવામાં આવ્યું છે. દરેક નિરીક્ષણ પછી ઉમેદવારો દૈનિક હિસાબના રજીસ્ટર ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે તથા જીલ્લા ચુંટણી અધિકારીશ્રીના નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે એમ ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી એચ. એમ. સોલંકી દ્વારા જણાવ્યું છે.

(11:59 am IST)