Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કચ્છમાં કોરોના પોરો ખાય છે : નવા કેસ અને એકિટવ કેસ ઘટ્યા : મોરબી-૨૩, ભાવનગર -૧૦ કેસ

રાજકોટ,તા. ૨૭: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના હવે ઘટી રહ્યાના અહેવાલો મળે છે. પણ કયાંક ને કયાંક હજુ કેસો જોવા મળી રહ્યા છે જે સામે લોકોએ હજુ જાગૃતિ કેળવી સંક્રમણનો નાશ કરવો જરૂર છે.

ભુજઃ છેલ્લા ચારેક દિવસ થયા કચ્છમાં કોરોનાએ પોરો ખાધો છે. નવા પોઝિટિવ કેસ અને અઙ્ખકિટ્વ દર્દીઓની સંખ્યા દ્યટી છે. દર્દીઓની.સારવાર દરમ્યાન તેઓ ઝડપભેર સ્વસ્થ થતાં મોતનો આંકડો થંભી ગયો છે, જે રાહતની નિશાની છે. આંકડાકીય રીતે વાત કરીએ તો નવા ૧૪ કેસ સાથે કુલ દર્દીઓ ૨૬૯૪ થયા છે. જયારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨૩૧૭ છે. સરકારી ચોપડે ૭૦ ના મોત નોધાયા છે, પણ બિનસતાવાર મોતનો આંક ૧૨૦ હોવાની આશંકા છે.

મોરબી જીલ્લામાં ૨૭ દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહયા છે જેમાં આજે નવા ૨૩ કેસો નોંધાયા છે તો ૨૭ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૭ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય અને ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૨૩ કેસો નોંધાયા છે જયારે આજે વધુ ૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૧૫૩ થયો છે જેમાં ૧૪૯ એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ ૧૮૮૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર ૨૧ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ  જિલ્લામા વધુ ૧૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૧૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૫ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૬ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, સિહોર ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના રાજપરા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૯ અને તાલુકાઓના ૨ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૧૧ કેસ પૈકી હાલ ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૫૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(12:00 pm IST)