Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગોંડલ સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા આયોજીત કેમ્પમાં ૨૦૫ બોટલ રકત દાન

ગોંડલ : ગોંડલમાં સુન્ની મુસ્લિમ યંગ કમીટી તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમિટી નાં સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું કોરોનાની મહામારીને લઈને બ્લડની જરૂરિયાત દર્દીઓને સમયસર પહોંચી વળવા માટે સૌપ્રથમ વાર સુન્ની મુસ્લિમ યંગ કમીટી ના પ્રમુખ આમદભાઈ ચૌહાણ, તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમીટીનાં પ્રમુખ રજાકભાઈ કથરોટીયા, (ધમાભાઈ)નાં નેજા હેઠળ  મોવિયા રોડ ઘાંચી જમાત ખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયો હતો  જેમાં હિન્દુ-મુસ્લિમ બિરદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બ્લડ ડોનેટ કરીને ૨૦૫ બોટલ રકતદાન કર્યું હતું આ રકતદાન કેમ્પમાં પી.ડી.યુ સરકારી મેડિકલ કોલેજ રાજકોટ એ સેવા આપી હતી ધારાસભ્ય  પુત્ર જયોતિરાદીત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) પાલિકા પ્રમુખ અશોક પીપળીયા, અનિલભાઈ માધડ વોટર વકર્સ ચેરમેન, સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ હાજી સલીમભાઈ ચૌહાણ, ફજલ માંડવિયા, આસિફ ભાઈ ઝકરિયા,  મુસ્લિમ અગ્રણી ગફારભાઈ ચૌહાણ, ફારૂખભાઈ મેમણ, ફતેમોહમદ નૂરસુમાર, મિઠુંબાપુ, સહિતના અગ્રણીઓની ઉપસ્થિતમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો પત્રકાર અફઝલ પરિયાટ, જાહિદ સાવણ, આસિફબાપુ કાદરી, બાશીર શેખા, મેમણ જમાત સેક્રેટરી, બશિરબાપુ ઉમરભાઈ કુરેશી સહિતના કમિટીના સભ્યો જહેમત ઉઠાવીહ તી.

(12:04 pm IST)