Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોરબી નગરપાલિકામાં સફાઇના અદ્યતન સાધનો કયારે વસાવશે?: પેટા ચુંટણી સમયે રાજકોટથી સફાઇ મશીનરી મંગાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૭ : દિવાળીનો તહેવાર નજીક હોય જેથી સફાઈ અભિયાન ખરેખર થવું જોઈએ જોકે દર વર્ષે એવું કોઈ સફાઈ અભિયાન જોવા મળતું નથી અને હાલ સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી પેટા ચૂંટણીને ધ્યાને લઈને જ સફાઈ થતી હોય તેવું લોકો માની રહ્યા છે વળી એટલું જ નહિ સફાઈ માટે રાજકોટથી ખાસ વાહનો અને મશીનરી પણ રાતોરાત આવી પહોંચી છે અને શહેરના વિવિધ રોડ રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે મોરબી નગરપાલિકા પ્રમુખ પણ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને હવે સફાઈ અભિયાન ચાલે છે જોકે આવું સફાઈ અભિયાન અગાઉ કયારેય યોજવામાં આવ્યું ના હોય જેથી પ્રશ્નો થવા સ્વાભાવિક જ છે અગાઉ મોરબીમાં રાજયકક્ષાની સ્વતંત્રપર્વની ઉજવણી કરવામાં આવી હતી તે સમયે પણ રાજકોટ અને જામનગરથી વાહનો તેમજ મશીનો મંગાવીને સફાઈ કરવામાં આવી હતી .

જોકે હાલ પેટા ચૂંટણી નજીક છે ત્યારે પાંચ વર્ષમાં ના કરી હોય તેવી સફાઈ થોડા દિવસોમાં કરી નાખવા તંત્ર કટિબદ્ઘ છે જે સફાઈ અભિયાનથી કોને ફાયદો થશે તે પણ મતદારો સારી રીતે સમજે છે પરંતુ અહી પ્રશ્ન એ છે કે શું માત્ર ચૂંટણી સમયે જ સફાઈ કરાવશો બાકી ગંદકી હોય તો ય તમારા પેટનું પાણી નહિ જ હલે ? સફાઈ કામગીરી માટે સાધનો રાજકોટથી મંગાવવા પડે છે તો શું મોરબી નગરપાલિકા આવા સાધનો વસાવવા ઇચ્છતી નથી અને જરૂરત પડે ત્યારે હમેશા અન્યની લાચારી જ કરવાની રહેશે જેવા અનેક સવાલો નાગરિકો પૂછી રહ્યા છે.

(1:05 pm IST)