Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જામનગર હાપા માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે પણ લાગી વાહનોની લાંબી કતારો

યાર્ડમાં માલ મૂકવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો

જામનગરના હાપા માર્કેટ યાર્ડ બહાર ઓપન હરાજીમાં ખેડૂતો મોટા કદના વાહનોમાં મગફળીનો માલ ભરી દૂર દૂરથી વેચવા માટે મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા છે. જેને કારણે બીજા દિવસે પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

જામનગરના હાપા માર્કેટ યાર્ડ બહાર ઓપન હરાજીમાં મગફળીનો માલ વેચવા મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા છે. આથી માર્કેટ યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. દૂરદૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ મૂકવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.

(1:10 pm IST)