Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જામનગરમાં કયાં જાવ છો? તેમ કહીને કાઠલો પકડી માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શાયર જેન્તીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૦–ર૦ર૦ના શંકર ટેકરી, રામનગર ઢાળીયા પાસે, જામનગરમાં ફરીયાદી શાયર તથા સાહેદ નાસ્તો લેવા જતા હતા ત્યારે આરોપી લાલો બારોટ અને બે અજાણ્યા માણસો આશરે રપ થી ૩૦ વર્ષ, રે. જામનગરવાળા ફરીયાદી શાયરને કયા જાવ છો તેમ કહી કાઠલો પકડી લેતા ફરીયાદી શાયરએ કાઠલો છોડી દેવાનું કહેતા આ ત્રણેય આરોપીઓએ ફરીયાદી શાયર તથા સાહેદને ગાળો આપી આરોપી લાલો બારોટ તથા અજાણ્યા શખ્સ એ લોખંડના પાઈપ વડે ફરીયાદી શાયર ને વાંસામાં તથા બંન્ને પગમાં ઈજા કરી આરોપી અજાણ્યા શખ્સે ફરીયાદી શાયરને તથા સાહેદને ઝાપટ મારીમુંઢ ઈજાઓ કરી એકબીજાને આ કામમાં મદદગારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

શ્વાસની બિમારીથી વૃઘ્ધનું મોત

અહીં ડીફેન્સ કોલોની શેરી નં.૩, મકાન નં.૧૮ માં રહેતા દશરથભાઈ મનુભાઈ ધોળકીયા એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર પ્રરણેન્દ્રનાથ ખગેન્દ્રનાથ બેનરજી, ઉ.વ.૭૮, રે. ડિફેન્સ કોલોની શેરી નં.૩, મકાન નં.૧૮, ભઆર્શિવાદભ જામનગરવાળા ને ડાયાબીટીશ તથા છેલ્લા બે ત્રણ વર્ષથી શ્વાસોશ્વાસ જેવી ગંભીર બિમારી હોય જેથી આજરોજ પોતાના ઘરે શ્વાસ ઉપડતા બેભાન થઈ જતા સારવારમાં જી.જી.હોસ્પિટલ લાવતા ડોકટરે તપાસીને મરણ ગયેલ જાહેર કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૦–ર૦ર૦ના દિગ્જામ સર્કલ થી હનુમાન ટેકરી તરફ જતા જાહેર રોડ ઉપર આવેલ ખુલ્લી જગ્યામા આવેલ વંડાની બાજુમાં આરોપી અર્જુનસિંહ મહાવીરસિંહ ઝાલા, રે. જામનગરવાળા પાસેથી ભારતીય બનાવટની કાચની કંપની શીલબંધ ઈંગ્લીશ દારૂની બોટલ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી જેની ઉપર બેચ નંબર જોતા ૬પ મેન્યુફેકચરીંગ ડેટ સપ્ટેમ્બર ર૦ર૦ની ૭પ૦ મી.લી. જેની કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.હિતેષભાઈ જગદીશભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૦–ર૦ર૦ના શંકરટેકરી નવી નિશાળ પાસે, ખોડીયાર પાનની બાજુમાં જાહેરમાં આરોપી હનીફભાઈ મામદભાઈ ખફી એ જાહેરમાં વર્લીમટકાના આકડા અન્ય આરોપી કરશનભાઈ, કયોલો મો.નં. ૬૩પર૧૯૬રરપ માં લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લીમટકા લખેલ હોય એક ચોપડી તથા ચાલુ બોલપેન તથા બે મોબાઈલ જેની કિંમત રૂ.૧૦,૦૦૦/– તથા રોકડા રૂ.પ૯૦/– ના મળી કુલ રૂ.૧પ૯૦/– મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી કયોલો  ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોલસો બદલી નાખી કંપની સાથે છેતરપીંડી

સિકકા પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ ચંદ્રસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧૦–ર૦ર૦ના સિકકા દિગ્વિજય સીમેન્ટ કંપનીના કોલ યાર્ડમાં આરોપી લક્ષ્મણભાઈ કોડીયાતર, વીરભાઈ હમીરભાઈ મોરી તથા  ટ્રક નં. જી.જે.–૧૩–એ.ડબલ્યુ.–ર૦૬૯ નો ચાલક જે ફરીયાદી હરદેવસિંહની કંપનીના કમ્પાઉન્ડમાં પોતાનો ટ્રક  સાહેદ વનરાજસિંહ જીવુભા ચુડાસમાને ટ્રક ખાલી કરાવી આપી જતો રહેલ તે કંડલાથી ટ્રક ભરી લાવેલ તે ટ્રક ડ્રાઈવર  તથા આ આરોપીઓ ટ્રક ચાલકો હોય તેઓએ આ કંપનીને કોન્ટ્રાકટ મુજબની ગુણવતાના કોલસો ટ્રક મારફતે પહોંચાડવાની જવાબદારી સોપાયેલ હોય જેના જે કોલસો બદલી હલકી ગુણવતાનો કોલસો મોકલી ટ્રક નં. જી.જે.રપ–યુ.–પ૭૦૦ તથા જી.જે.૧૩–એ.ડબલ્યુ–ર૦૬૯ તથા જી.જે.–રપ–યુ–૮૯પ૭ માંથી કોલસો બદલી નાખી કંપની સાથે છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(1:11 pm IST)