Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

માર્કેટયાર્ડ રાજુલામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ

રાજુલા :  સરકાર  દ્વારા માર્કેટયાર્ડ રાજુલામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસે ખેડૂત ભાઈઓને મગફળી લાવવા માટે મેસેજથી જાણ કરવામાં આવેલ અને ખેડૂત ભાઈઓ પોતાની મગફળી માર્કેટયાર્ડ રાજુલામાં ટેકાના ભાવે વેચાણ અર્થે લાવેલ. આ તકે માર્કેટયાર્ડ રાજુલાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, ડિરેકટર  રમેશ ભાઈ વસોયા, રાજેશભાઈ પરસાણા, દુલાભાઈ વાવડીયા, તાલુકા પંચાયત રાજુલાના ઉપપ્રમુખ અરજણભાઈ વાદ્ય, રાજુલા નઞર પાલીકાના પુર્વ સદસ્ય  હિંમતભાઇ જીજાળા, અધિકારીઓ, ખેડૂત ભાઈઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. તેવું માર્કેટયાર્ડ રાજુલાના સેક્રેટરી રાજેશભાઈ કાકડીયા ની યાદીમાં જણાવેલ છે.(તસ્વીર : અહેવાલ : શિવકુમાર રાજગોર : રાજુલા)

(1:16 pm IST)