Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અમરેલીના ભરવાડ સમાજના ડબલ મર્ડર કેસના આરોપીનાં હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ર૭ :  ગાયો ડબ્બે પુરવાના મુદ્દે ભરવાડ સમાજના બે જુથો સામ-સામે આવી જતા થયેલી ધીંગાણામાં બે વ્યકિતઓના મૃત્યુ નિપજતા નોંાયેલ ડબલ મર્ડરના ગુન્હાના કામે પકડાયેલ આરોપી પાંચા ભીખાભાઇ રાતડીયાના જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છેકે, અમરેલીના જીવાપરા વિસ્તારમાંૈ રહેતા ભાવેશ વશરામભાઇ ત્રાડે પોતાની ફરીયાદ આપતા જણાવેલ હતુ કે, ગત દિવાળીના સમયે અ મરેલી જીવાપર વિસ્તારમાં ફરીયાદી તથા તેના પરિવારજનો અમરેલી ટ્રાફિક પોલીસને રેઢીયાળ ગાયો પકડી પાંજરાપોળમાં મુકવામાં મદદ કરતા હોય જે બાબતે સારૂ ન લાગતા આરોપી પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયાએ વ્હોટેસએપ ગ્રૃપમાં ભરવાડના દિકરા હોય તો હવે ગાયો ભરવા જતા નહીં, તેમ કહી ભુંડી ગાળો બોલી ઉશ્કેરણીજનક ઓડિયો કલીપો વાયરલ કરતા ભરવાડ સમાજના બે જુથો વચ્ચે વૈમનસ્ય ઉભુ થયેલ અને તે શાંત પાડવા સમાજના આગેવાનો અને પોલીસ અધિકારીઓના કહેવાથી બન્ને જુથો વચ્ચે સમાધાન માટે બેઠક કરવાનું નકકી કરેલ, બન્ને સમાજો વચ્ચે મચ્છુમાંની વાડી, સોમનાથ મંદિર પાસેની જગ્યામાં રાત્રીના મીટીંગ કરવાનું નકકી થયેલ. ફરીયાદીના આક્ષેપ આરોપીઓની ગાયો અમરેલી પાંજરાપોળમાં પુરાયેલ હોય તેનું મનદુઃખ રાખી બદલો લેવાના અને ઝગડો કરી માર મારવાના સમાન ઇરાદે મીટીંગના સ્થળ પાસે આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો સંતાડી રાખેલ હતા અને મીટીંગ શરૂ થયાની સાથ જ આરોપીઓ (૧) સુરેશ ઉર્ફે સુરાભાઇ વાઘાભાઇ રાતડીયા (ર) રામકભાઇ વાઘાભાઇ રાતડીયા (૩) કશનભાઇ વાઘજીભાઇ ઉર્ફે વાઘાભાઇ રાતડીયા (૪) હાજાભાઇ વાઘાભાઇ રાતડીયા (પ) સંગ્રામભાઇ ઉર્ફે સગરામભાઇ નારણભાઇ રાતડીયા (૬) ગોપાલભાઇ નારણભાઇ રાતડીયા (૭) નારણભાઇ ઉર્ફે નારૂભાઇ ભુભાઇ રાતડીયા (૮) કાળુભાઇ ભીખાભાઇ રાતડીયા (૯) રાજુભાઇ ભીખાભાઇ રાતડીયા (૧૦) પાંચાભાઇ ઉર્ફે પાચુભાઇ ભીખાભાઇ રાતડીયા (૧૧) જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભગુભાઇ રાતડીયા (૧ર) ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઇ રાતડીયા (૧૩) ભીમાભાઇ ભગુભાઇ રાતડીયા રહે. બધા અમરેલીનાઓએ પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે છરીઓ, લોખંડના પાઇપ, લાકડીઓ, ધોકા જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદ પક્ષ ઉપર હિંચકારો હુમલો કરી દેતા હાજર ગોવિંદભાઇ રામભાઇ ત્રાડ તથા કિરણ ઉર્ફે કરશન નનુભાઇ મકવાણા નામના બે યુવાનોના મોત નિપજયેલ અને સાત-આઠ જેટલા વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચડાી આરોપીઓ બધાને મારી નાખો તેવી બૂમો પાડી ભયનું વાતાવરણ ઉભું કરી દીધેલ હોવાની ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા આરોપી પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયાએ તેમના એડવોકટ તુષાર ગોકાણી મારફતે અમરેલી સેશન્સ કોર્ટમાં અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર મુકત થવા અરજી મુકેલી હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટે આરોપી તરફે થયેલ  દલીલો માન્ય રાખી અરજદારને દરમહિને અમરેલી પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા અને પાસપોર્ટ આદલતમાં જમા કરાવવાનો શરતે જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયા વતી રાજકોટના એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ છે.

(1:16 pm IST)
  • હાથરસ કેસ : સુપ્રીમ કોર્ટનો ફેંસલો : સીબીઆઈ તપાસ ચાલુ રહેશે : અલાહાબાદ હાઇકોર્ટ મોનીટરીંગ કરશે : કેસ ટ્રાન્સફર કરવાનો નિર્ણય હવે પછી લેવાશે access_time 1:26 pm IST

  • નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપર જુતુ ફેંકનાર રશ્‍મિન પટેલ ઝડપાયો access_time 10:23 pm IST

  • પોલીસે રેડ પાડી અને ભાજપ કાર્યકરો ૧૨ લાખની રોકડ લુંટીને ભાગી ગયા : તેલંગાણામાં ભાજપના ઉમેદવાર સાથે સંકળાયેલ ઓફિસમાં પોલીસે દરોડો પાડી ૧૮.૬૭ લાખ રૂપિયા કબજે લીધા હતા. તેમાંથી ભાજપના કાર્યકરો બાર લાખ રૂપિયા ઝૂંટવીને ભાગી છૂટયા હતા. access_time 3:25 pm IST