Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મનસુખભાઈ બારાઈને રાષ્ટ્રપતિ દ્વારા શ્રધ્ધાંજલી

ગવર્નર વજુભાઈ વાળા, લોહાણા સમાજ દ્વારા શોકાંજલીઃ સુરજ કરાડી અડધો દિવસ બંધ

રાજકોટ,તા.૨૭: ઓખા લોહાણા સમાજના પ્રમુખ તથા ઓખા દ્વારકાના વ્યાપારી તથા રાજકીય અગ્રણી મનસુખભાઈ બારાઈનુ નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવા સાથે સૂરજ કરાડી ચેમ્બર દ્વારા અડધો દિવસ સ્વર્ગસ્થના માનમાં બંધ પાડ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવીદ કર્ણાટક રાજયપાલ વજુભાઈ વાળા તથા ટોચના રાજકિય અગ્રણીઓ દ્વારા શોકાંજલી પાઠવવામાં આવી હતી.

સ્વર્ગસ્થના નિધન બદલ વિશ્વ લોહાણા મહા પરિસદ તથા સૌરાષ્ટ્ર ભરના મહાજનો તથા વિવિધ જ્ઞાતિ સંસ્થાઓ મહિલા મિલન કલબ રીટાબેન કોટક વિગેરે દ્વારા સ્વર્ગસ્થના ગુણો યાદ કરી પુષ્પાંજલી અર્પવામા આવેલ.

સ્વર્ગસ્થ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ જલારામ મંદિર આરંભડા બાલમુકુંદ ગો શાળા, વિશ્વ હિન્દુ પરિષદ પેટ્રોલ ડીલર એસોસયેશન વિગેરે મા જૈફ વયે સક્રિય કામગીરી બજવતા હતા. એ વાત બહુ ઓછાં લોકોને જાણ હસે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે પ્રથમ વખત ધારાસભાની ચૂંટણી યોજાય ત્યારે નરેન્દ્રભાઇ અને વજુભાઈ દ્વારા દ્વારકા બેઠક માટે તેમને ચૂંટણી લડવા ઓફર થયેલ પણ તેવો દ્વારા સવિનય ઇનકાર કરવામાં આવેલ.

(2:28 pm IST)