Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

દ્વારકાધીશ ભગવાનના ચરણમાં પૂ. રમેશભાઇ ઓઝાએ ૩૯મું ધ્વજાજી પુષ્પ અર્પણ કર્યું

લોકડાઉન-કોરોનાકાળ બાદ પ્રથમ વખત 'પૂ. ભાઇશ્રી'એ સાંદિપની આશ્રમથી બહાર આવીને ધ્વજાજીની પરંપરા યથાવત રાખી

સાંદીપનિ આશ્રમમાં રમેશભાઇ કોરોના કાળમાં પ્રભુ ભકિત સાથે અજ્ઞાતવાસ પસાર કર્યા બાદ સીધા દ્વારકાધીશજીના ચરણમાં શીશ નમાવવા આવતા હતાં તેઓ વર્ષોથી દર દશેરાના ધ્વજાજીનું આરોહણ કરાવે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭ : પોરબંદરના સાંદિપની આશ્રમમાં શારદીય નવરાત્રીના અનુષ્ઠાન બાદ ગઇકાલે દ્વારકાધીશજીના શિખર પર દશેરા પવિત્ર પર્વ નિમિતે ૩૯મું ધ્વજાજી સ્વરૂપ પુષ્પ અર્પણ કરતા કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ એ કોરોનાના કારણે ઘરમાં રહીને વિશિષ્ટ રીતે માતાજીની આરાધના કરી તેવું હિન્દુ ધર્મમાં પ્રથમ વખત થયું છે, પરંતુ લોકો નવરાત્રીમાં ઘરે જ રહી તે કોરોના કાળમાં ખૂબજ મહત્વનું છે. કોરોના કાળના કપરા સમય અને વર્તમાન સ્થિતિ અંગે રમેશભાઇ કહ્યું હતું કે આપણા દેશની આબાદીને નજર અંદાજ કરીએ તો પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કોરોનાનો ભોગ લોકોએ સહન કરવો પડયો છે જે અન્ય દેશોની સાથે ઘણો ઓછો કહેવાય. સમગ્ર વિશ્વની સરખામણીએ ઘણું જ ઓછી અસર ભારતભરમાં કોરોનાની રહી છે, પરંતુ આપણા દેશમાંથી કોરોના હજુ ગયો નથી. વડાપ્રધાન મોદીજીએ પણ હિમાયત કરી છે કે લોકોએ કોરોનાના નિયમોનો હજુ પણ ચુસ્ત પાલન કરવું જોઇએ જેથી વાયરસને કન્ટ્રોલ કરી શકાય.

ખાસ કરીને ઘરના વડીલો અને સામૂહીક પરિવારોએ ખાસ જાળવણી કરવી જોઇએ જેથી કરીને આપણે આપણી જીવન યાત્રાના પૂર્વ સલામતિ સાથે ચલાવતા રહીએ અને આપણા કર્મ યોગ દ્વારા ઇશ્વરના ચરણમાં ભકિત પ્રદાન કરીએ તે જરૂરી છે.

 

(3:25 pm IST)
  • લકકી ગેઇલ, પંજાબની સતત પાંચમી જીત : વન-ડે અને ટી-૨૦ ટીમના વાઇસ કેપ્ટનની નવી જવાબદારી રાહુલે જીત સાથે કરી સેલીબ્રેટ : કલકતાને ૮ વિકેટે કર્યું પરાજીતઃ મેન ઓફ ધ મેચ ગેઇલના આગમન બાદ પંજાબ એકેય મેચ હાર્યું નથી access_time 3:25 pm IST

  • ' પરિવાર સાથે પાકિસ્તાન રહેવા ચાલ્યા જાય મહેબુબા મુફ્તી ' : ટિકિટ ભાડું અમે આપશું : 370 મી કલમ સામે જેઓને વાંધો હોય તેઓ કરાચી જઇ શકે છે : કરજણ મુકામે ચૂંટણી સભામાં ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલનો પ્રહાર access_time 12:35 pm IST

  • નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રમખાણોને લઈને એસઆઈટી પૂછપરછમાં 9 કલાક સુધી એક કપ ચા પણ નહોતી પીધી : રાઘવન: વર્ષ 2002ના ગુજરાત તપાસ કરનાર એસઆઇટીના પ્રમુખ આર,કે,રાઘવને પોતાના પુસ્તકમાં એ સમયના રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પૂછપરછને લઈને કર્યો ખુલાસો : તેઓએ કહ્યું કે મોદીની નવ કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમ બની રહ્યા અને પુછાયેલા અંદાજે 100 સવાલોના દરેકના આપ્યા હતા આ દરમિયાન એક કપ ચા સુધી લીધી નહોતી access_time 12:58 am IST