Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભારે વિરોધ થતા ગીરનાર રોપ-વે ના ભાડામાં જ જીએસટીનો સમાવેશ કરી લેવામાં આવ્યો : ઉષા બ્રેકો કંપનીની જાહેરાત

જૂનાગઢ: ગિરનાર ઉપર જવા-આવવા માટે શરૂ થયેલ રોપ-વે માટેના ભાડાં અંગે સરકારના માર્ગદર્શન મુજબ પુખ્ત વયના મુલાકાતીઓએ હવે તેમના આવવા-જવાના ભાડે પેટે ૧૮ ટકા જીએસટી સાથે  રૂ. ૭૦૦ની ચૂકવણી કરવાની રહેશે. (આ પહેલા ૭૦૦ રૂપિયા ઉપરાંત ૧૮% જીએસટી વસૂલવાની જાહેરાત થઈ હતી જેની સામે મોટો વિરોધ વંટોળ સર્જાયેલ.) જ્યારે બાળકો માટે હવે ગિરનાર પર્વત ઉપર આવવા-જવાનુ ભાડુ જીએસટી સાથે  રૂ. 350 રહેશે. આ ઉપરાંત એક તરફની મુસાફરી માટે જીએસટી સાથે રૂ. ૪૦૦ની ચૂકવણી કરવાની રહેશે. તેવી જાહેરાત ઉષા બ્રેકો કંપનીએ કરી હોવાનું જૂનાગઢ ભાજપના અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.

(12:01 am IST)