Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

નખત્રાણાના બાડિયારા ગામના સીમાડામાં પવનચક્કીને કારણે આગ: સૂકું ઘાસ બળીને ખાખ

પવનચક્કીના વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ

નખત્રાણા : તાલુકાના બાડિયારા ગામના સીમાડામાં પવનચક્કીના વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો , જેમાં સીમ વિસ્તારમાં ઉગેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના બાડિયારા ગામે સુઝલોન કંપનીની પવનચક્કીના વીજપોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી હતી. આગના બનાવની જાણ થતા ગામના સ્થાનિક અગ્રણી દાઉદ હાજી મામદ સાલે , હાજી સિધિક ઈસ્માઈલ સંઘાર , હાસમ ઈસ્માઈલ લુહાર , ઈશાક ઉમર સંઘાર , સિધિક મામદ સંઘાર , જુમા ઉમર સંઘાર , સાલેમામદ આદમ સંઘાર , ઈસ્માઈલ સાલે સંઘાર , ઈભલા હાસમ સંઘાર , સિધિક અલીમામદ સંઘાર સહિતના ગ્રામજનો દોડી ગયા હતા. સીમ વિસ્તારમાં આગ લાગવાના કારણે સ્થાનિકોએ હાથ વગા સાધનો સાથે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

(9:11 pm IST)