Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કેશોદના મેસવાણમાં આગ લાગતા ગેરેજ ભસ્મીભૂતઃ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૮: તાલુકાના મેસવાણ ગામે એક ગેરેજમાં એકાએક આગ લાગતા ગામમાં અફડાતફડી માહોલ સર્જાયો હતો.

મેસવાણમાં ગેરેજમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતાં તાબડતોબ ગ્રામજનોએ એકઠા થઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જયારે આગથી ગેરેજ ભસ્મીભૂત થઈ ગયેલ હતુ. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન થઈ રહેલ છે.

(11:26 am IST)