Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

શ્રી સોમનાથ મહાદેવને હવે સદાય નર્મદાના પવિત્ર જળનો અભિષેક

વેરાવળ-પ્રભાસપાટણ,તા. ૨૮: ૧૦૦૦ વર્ષ પહેલા કાવડીયા દ્વારા હરિદ્વારથી સોમનાથ ગંગાજળ લાવી મહાદેવનો અભિષેક થતો હતો. ૭૦ વર્ષ પૂર્વે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા બાદશ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગાજળ મંગાવીને અભિષેકની પરંપરા નિભાવવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશ-વિદેશની મહત્વની નદીઓ અને મહાસાગરના જળથી મહાદેવનો અભિષેક થયો હતો.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અધ્યક્ષપદની જવાબદારી સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી જેની પ્રતિક્ષા હતી તે નર્મદાના નીર સોમનાથ ટ્રસ્ટને પ્રતિદિન ૩૦ લાખ લીટર પુરા પાડવાની વ્યવસ્થા કાર્યરત બની છે. આજે સમી સાંજે સોનારીયા હેડવર્કથી નર્મદાનું જળ સોમનાથ પહોચ્યુ તેની ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવિણભાઇ લહેરીએ પૂજાવિધિ સહિત આવકાર્યું હતું. ટ્રસ્ટના અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમાં સાદા સમારંભમાં નર્મદા જળ ચાલુ થતા સોમનાથ તીર્થના વિકાસ માટેની એક મહત્વની જરૂરીયાત પૂર્ણ થઇ છે.

(11:26 am IST)