Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પોલીસ ઉપર ફાયરીંગ કરનાર અમરેલી જીલ્લાના ૧૮ ગુન્હામાં સંડોવાયેલ અશોક બોરીચા ઝડપાયો

સાવરકુંડલા-અમરેલી-રાજુલા તા.ર૮ : અમરેલી જીલ્લામાં પોલીસ ઉપર ફાયરીંગ કરીને ભાગવા જતા અમરેલી જીલ્લામાં ૧૮ ગુન્હામાં સંડોવાયેલ સાવરકુંડલા તાલુકાના લુવારા ગામનો અશોક જૈતાભાઇ બોરીચા (ઉ.૩૧) ઝડપાયો છે.

પકડાયેલ આરોપી અશોક જૈતાભાઇ બોરીચા અમરેલી જિલ્લાનો લીસ્ટેડ હિસ્ટ્રીશીટર તેમજ પ્રોહી. બુટલેગર છે. તેના વિરૂદ્ધમાં ખુનના ગુન્હા-ર, ખુનની કોશિષના ગુન્હા-ર, મારામારીના ગુન્હા-૧ હથિયાર ધારાના ગુન્હા-૧, ગુજસીટોકનો ગુન્હો-૧, ધાર્મિક લાગણી દુભાવવાના ગૂન્હા-૧, બળજબરીથી મિલકત કઢાવી લેવાના ગુન્હા-૧ નામ.કોર્ટના જાહેરનામાં ભંગના ગુન્હા-ર તથા એપેડીમિક ડીસીઝ એકટના ગુન્હા-૧ તથા પ્રોહીબીશનના ગૂન્હા-૧૬ મળી કુલ ૩ર ગુનાઓ નોંધાયેલ છે.

ખુન, ખુનની કોશિષ હથિયાર ધારા વિસ્ફોટક પદાર્થ અધિનિયમ ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાસે હેરા-ફેરી સહીતના ગુન્હાઓ સંડોવોલ અશોક જૈતાભાઇ બોરીચા અંગે નામ.કોર્ટ દ્વારા દસથી વધુ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતા અને નામ.સાવરકુંડલા કોર્ટ દ્વારા સસી.આર.પી.સી.૮ર મુજબના જાહેરનામા પ્રસિદ્ધ કરી બે વખત ભાગેડુ જાહેર કરવામાં આવેલ તેમજ સી.આર.પી.સી.કલમ ૮૩ મુજબ ભાગેડુ આરોપી તરીકે તેની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી તથા ફાયર આર્મ્સ સહિતનો મુદામાલ ધોરણસરની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા પો.સ.ઇ.પી.એન.મોરી, અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.પી.ડોડીયા તથા એલ.સી.બી. એસ.ઓ.જી. અને સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની પોલીસ ટીમો દ્વારા કરવામાં આવેલ છે.

(1:14 pm IST)