Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર વધુ ત્રણ આરોપી ઝબ્બે

જૂનાગઢ,તા. ૨૮: પેરોલ ફર્લોસ્કોડ ના પો.સબ.ઈન્સ.આર.એ.બેલીમ તથા એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્સ સંજયભાઈ વદ્યેરા,પો.કોન્સ સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમદ્રારા

જૂનાગઢ જિલ્લા શહેર વિસ્તારમાં આરોપીઓને શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતા બાતમી રાહે હકીકત મળેલ કે જૂનાગઢજેલ માથી ૭ માસ પહેલા વચગાળાના જમીન મેળવી ફરાર થયેલ આરોપી (૧) કિશોર જેઠભાઈ રાઠોડ ઉ.વ.૩૩ રે.ડુંગરપુર (૨) રમેશ ભલાભાઈ ડાભી ઉ.વ ૨૩ (૩) દિલીપ દેવશીભાઇ ભરડા ઉ.વ.૩૭ રે.ટીંબાવાડી બિલનાંથ પરાવાળા ઓ જેલ માથી વચગાળાના જામીન મેળવી છુટા થયેલ હતા મુદત પુરી થયે જેલ મા હાજર થવાનુ હતું પરંતુ જેલમા હાજર ન થઇ પોતાની મેળે ફરાર થઈ ગયા હતા હકીકત આધારે તેઓ ના રહેણાંક મકાને વોચ તપાસમા રહેતાં ઉકત ત્રણેય (૩) આરોપી ઓ પોતપોતાના રહેણાંક મકાન વિસ્તારમાંથી મળી આવતા આવતા તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે.

(1:15 pm IST)