Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કેશોદમાં આશરે ત્રીસ લાખ ગુણી મગફળી ભાવ વધવાની આશાએ વણવહેચાયેલી પડી છે

નવા ઘઉં બજારમાં આવવાની તૈયારી છતા હજુ જુના ઘઉં આવે છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર૮ :.. સામાન્ય રીતે દર વરસે થતા સરેરાશ વરસાદની અરખામાણીમાં ગયા ચોમાસા દરમિયાન આશરે ૩૦ ટકા વરસાદ વધારે થતા મગફળીના પાકને ભારે નુકશાન વચ્ચે આજે પણ આ વિસ્તારમાં આશરે ૩૦ લાખ ગુણી જેટલો મગફળીનો જથ્થો ભાવ વધવાની આશાએ વ્યાપારીઓ અથવા ખેડૂતો પાસે પડતર હોવાનું વ્યાપારી વર્તુળો ખાનગીમાં જણાવી રહ્યા છે. આવી જ સ્થિતિ ઘઉંની હોવાનું પણ આજ વર્તુળો જણાવી રહ્યા છે.

સામાન્ય રીતે દર વરસે  આ વિસ્તારમાં ૪૦ ઇંચ જેવો વરસાદ થઇ જાય એટલે સૌ કોઇને હાશકારો થઇ જાય છે. મગફળીનો પાક સારામાં સારો થાય અને તેની પાછળ ઘઉં અનેઅન્ય ઉનાળુ પાક પણ સારામાં સારા થાય છે. આ વિસ્તારના લગભગ ૯૦ ટકા ધંધા-રોજગાર સીધી યા આડકતરી રીતે ખેતીવાડી  ઉપર આધારીત રહેતા હોવાથી સૌ કોઇને હાશકારો થઇ જાય છે અને વરસ સારી રીતે પસાર થઇ જશે તેવો આત્મ સંતોષ લે છે. પરંતુ આ વરસે વરસાદ સરકારી વરસાદ કરતા આશરે ૪૦ ટકા જેવો વધારે અને સમયની દ્રષ્ટિએ પણ વધારે લંબાયો હતો. તેના સીધા પરિણામે મગફળીન પાકને વધારે પાણી મળતા જેવો ઉતારો વીઘા દીઠ આવવો જોઇએ તેવો આવ્યો નથી કોઇ કોઇ જગ્યાએ તો મગફળીના વાવેતર અને ઉછેર પાછળ થયેલા ખર્ચ જેટલુ પણ વળતર ખેડૂતને મળયુ નથી. પરિણામે કેટલાક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છે. વરસનું આયોજન વિખાય ગયું છે.

ચોમાસાની અને એના સીધા પરિણામ રૂપે મગફળીના પાકની આવી સ્થિતિ વચ્ચે પણ અત્યારે આ વિસ્તારમાં આશરે ૩૦ લાખ ગુણી જેટલી મગફળી ભાવ વધવાની આશામાં ને આશામાં વહેચાયા વગરની વ્યાપારીઓના ગોડાઉનમાં વેરહાઉસમાં પડી હોવાનું જણાવાયું છે. જયાં વિસ્તારમાં મગફળીના પાકમાં આ વરસેે બહુ ભલીવાર નથી એ હકિકત છે પરંતુ મગફળીના જાણકારો અને અનુભવી લોકોએ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મગફળીનો પુષ્કળ જથ્થો મંગાવેલો છે અને અત્યારે ભાવ વધશે તેવી આશામાં આ જથ્થો સ્ટોક કરી રાખ્યા છે. છેલ્લે છેલ્લે સારી મગફળીના ભાવ વધીને છવીસ હજારે પહોંચી ગયા હતા પરંતુ તેમાં પ૦૦ રૂ.નો ઘટાડો આવતા રપપ૦૦ રૂ. રહ્યા હતા. દરમિયાન આ ધંધાના અનુભવિઓ અને જાણકારો માને છે કે આ ભાવ આ વરસે ત્રીસ હજારને આંબી જશે. અને ત્યારે જ આ માલનું વહેચાણ કરી શકાય. આ માન્યતાથી આ માલ અત્યારે ગોડાઉનો અને વેરહાઉસમાં પડેલો છે. બેંક અત્યારે આવા માલ ઉપર ૭૦ ટકા એડવાન્સ આપે છે. ૩૦ લાખના માલ ઉપર ૭૦ લાખનું ધિરાણ આપે છે. વેપારીની જાણ સ્થિીત વચ્ચે દરેક વ્યાપારીઓ પોત-પોતાની કેપેસીટી મુજબ માલ ભરેલો છે. અને ભાવ વધવાની રાહમાં છે.

મગફળી બાદ ઘઉંની સ્થિતિ પણ કાંઇક આવી જ છે. ઘઉંનો નવો પાક બીજારમાં આવવાની તૈયારીમાં છે. તેમ છતા હજુ ગયા વરસમાં ઘઉંનો જથ્થો પુરો થતાો નથી. જુના ઘઉંની આવક ચાલુ જ છે. બંધ થતી જ નથી. અને સારા વરસાદના પ્રમાણે ઘઉંનું પણ પુષ્કર વાવેતર થયેલું છે. અને ઘઉંનો પણ પુષ્કર પાક થશે તો પણ શકય છે તે આવતા વરસના ઘઉંના વાવેતર સુધી બજારમાં વહેચાવા માટે આવતા રહે.

(1:16 pm IST)