Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સાવરકુંડલામાં કોરોના વોરીયર્સનું જાહેર સન્માન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૮: મહુવા રોડ સ્થિત લોહાણા વિદ્યાર્થી ભવનનાં પ્રાંગણમાં પ. પૂ. ઉષામૈયા શિવદરબાર આશ્રમ કાનાતળાવ, જયોતિમૈયા સનાતન આશ્રમ બાઢડા અને ભકિતરામબાપુ માનવમંદિર સા. કુ. જેવાં પરોપકારી સંતોની હાજરીમાં શહેરનાં કોરોના કાળ દરમ્યાન સમગ્ર સમાજને કોરોનાનાં સંક્રમણથી સુરક્ષિત રાખવાનાં ભગીરથ પ્રયાસ કરનારા આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ, પત્રકાર આલમ અને ઈલેકટ્રોનિક મીડિયા, સામાજિક સંસ્થાનાં કાર્યકરો,શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે આ સમારંભમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક, અશ્રીનભાઈ ઉપાધ્યાય, હરીભાઈ સગર, કાર્યક્રમનાં દાતાશ્રી, સાગર મશીનરી અને શકિત એગ્રો , આરોગ્ય અધિકારી મીના સાહેબ, પારધી સાહેબ, સીવીલ હોસ્પિટલનાં તબીબો, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં તબીબો, સેવાદિપ ગ્રુપનાં, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર સ્ટાફ, નૂતન કેળવણી મંડળનાં સભ્યોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.

આ તકે આ સમારંભનાં ઉપલક્ષમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ગુજરાત કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, પ. પૂ. ભકિતરામ બાપુ માનવમંદિર સા. કુ., તથા પીએસઆઈ ડોડીયા મેડમે ઉદ્બોધન કરેલું.

આ સંક્રમણ કાળમાં એક તરફ લોક ડાઉન, લોકો ઘરોમાં કેદ થઈ ગયાં, આર્થિક મંદી અને બેરોજગારીને કારણે લોકજીવન દોહ્યલું બની ગયું હતું.

આવા સમયે અનેક નિરાધારોનો આધાર બની આ કોરોના વોરીયર્સે માનવ જીવનને મહેંકતુ રાખવાનાં અથાગ પ્રયત્નો કર્યા હતા.

એવાં તમામ કોરોના વોરીયરને ઇશ્વર સ્વાસ્થ્યપ્રદ દીર્દ્યાયુ અને સુખ સમૃદ્ઘિ અને શાંતિ આપે અને જીવનમાં પરોપકારી કાર્યો કરવાની શકિત આપે એવાં રૂડાં આશીર્વાદ ઉપસ્થિત સંતોએ આપ્યાં. તમામ કોરોના વોરીયર્સને પ્રમાણપત્ર આપીને અને તેની પ્રવૃત્ત્િ।ને બિરદાવવામાં આવી હતી તેવું સેવાદિપ ગ્રુપનાં હિતેષ સરૈયાએ જણાવ્યું હતું.

(1:17 pm IST)