Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમરેલીના લોહપુરૂષ સરદાર પાર્કમાં મનીષ સંઘાણીના હસ્તે ધ્વજ વંદન

અમરેલી : સરદાર પટેલ ગ્રૃપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી લોહ પુરૂષ સરદાર પાર્ક બ્રાહ્મણ સોસાયટીની પાછળ, રામાણીની વાડીની બાજુમાં અમરેલી ખાતે અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના ચેરમન જયંતિભાઇ પાનસુરીયા પદાધીકારીઓ અને અમરેલી શહેરની દેશ પ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સફળ બનાવવા સરદાર પટેલ ગ્રૃપના ભાવેશ રામાણી સંજય સોજીત્રા, કલ્પેશ કાછડીયા, ભરતભાઇ વાજા, રજની રામાણી, સંજય રામાણી, ભૌતિક રામાણી, કિશન રામાણી, ચિરાગ રામાણી, અક્ષય રામાણી, શૈલેષ રામાણી, રાજ રામાણી હિતેશ સોજીત્રા, દિપક રામાણી, મેહુલ નાકરાણી, ભાર્ગવ ત્રિવેદી વગેરે કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:18 pm IST)