Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મોરબી જીલ્લા પંચાયત અને ૫ તાલુકા પંચાયતમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયુ

શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું

મોરબી જીલ્લામાં સાંજે મતદાન પૂર્ણ થતા ૬૧૬ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી યોજાનાર છે

આજે મતદાનના આંકડા મુજબ શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં ૭૦.૧૪ ટકા મતદાન નોંધાયું છે તેવી જ રીતે જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં ૬૬.૪૪ ટકા, માળિયા તાલુકા પંચાયતમાં ૬૪.૨૪ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૭૨.૧૪ ટ ક, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૭૬.૫૮ ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં ૭૦.૬૯ ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન ૭૦.૨૬ ટકા નોંધાયું છે જે શહેરી વિસ્તાર કરતા સારું કહી સકાય

(9:33 pm IST)