Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં જમીન લેવલથી લઇને ટોપ લેવલ સુધીના તમામ ભાગોનું પુનઃ જીર્ણોધ્‍ધાર કરાશે : દ્વારકા આર્કોલોજી વિભાગે પ્‍લાન-અેસ્‍ટીમેન્‍ટ તૈયાર કર્યા રૂૂ. ૭ કરોડનો ખર્ચ થશે

દ્વારકા : દ્વારકાધીશ મંદિરમાં જમીન લેવલથી લઇને ટોપ લેવલ સુધીના તમામ ભાગોનું પુન જીર્ણોધ્‍ધાર કરાશે. આ માટે દ્વારકાના આર્કોલોજી વિભાગે પ્‍લાન અેસ્‍ટીમેન્‍ટ તૈયાર કર્યા છે. આ માટે રૂપિયા ૭ કરોડનો ખર્ચ થશે તેમ જાણવા મળેલ છે.

જગ વિખ્‍યાત જગત મંદિરના પુનઃજીર્ણાદ્વાર માટે દિલ્‍હી સ્‍થિત કચેરી દ્વારા અપાયેલ લીલીઝંડી બાદ ભારતીય પુરાતત્‍વ સર્વક્ષણના મહાનિર્દેશક શ્રીમતી વિધાવતી અે તાત્‍કાલી અસરથી બરોડા આર્કોલોજીના અધિકારી અને અેન્‍જીનીયરોઅે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઇ શિખરનું જાત નિરક્ષણ અે.અેસ. આઇ. શાહાને સાથે રાખી કર્યુ હતું.

જયારે ઝડભેર ચાલતી આ કામગીરીનું સર્વ ૧પ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્‍યું છે. અને રૂ. સાત કરોડના ખર્ચ સાથે પ્‍લાન્‍ટ અેસટીમેન્‍ટ સાથેની વિગતવાર દરખાસ્‍ત ઉચ્‍ચ વિભાગને કરવામાં આવી છે.

વર્તુળોના જણાવ્‍યા મુજબ દ્વારકાધીશ મંદિરના જમીન લેવલથી લઇને ટોપ લેવલ સુધીના જીર્ણાશીલ થયેલા તમામ ભાગો જેવા કે મંદિરનું સભા મંડપ- ગર્ભગહૃ- લાડવા ડેરાનો ભાગ (શકિત માતાજીના વિવિધ ભાગો  તથા પાંચની તમામ કમાનો અને સ્‍તંભો વિગેરેનું પુનઃ જીર્ણાદ્વાર કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર શીખરની સીડી (પગથીયા) સહિતને નવા સ્‍વરૂપ સાથે પુનઃ નવેસરથી બનવવામાં આવશે કારણ કે સીડીનો ભાગ તદૃન ખરાશને કારણે ભાંગી તૂટી ગયો હોય જેથી હવે પાંચ માળ સુધી ધ્‍વજાજીના આહોરણ સુધી પુનઃ નવેસરથી નિર્માણ થશે.

દ્વારકાની આર્કોલોજી કચેરી દ્વારા મંદિરના પુનઃ જીર્ણાદ્વાર માટે હાલમાં રૂપિયા સાત કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્‍યો છે. પરંતુ જરૂર પડેયે વધુ રકમ પણ દિલ્‍હી કચેરી ખર્ચ કરવાની જરૂરીયાત ઉભી થશે તો પણ વધુ નાણા ફાળવાશે. તેવું વર્તુળોઅે ઉમેર્યુ છે.

(12:11 am IST)