Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કચ્છથી 1,971 કિલોમીટરની ‘સ્વર્ણિમ વિજય વર્ષ સ્લાઈક્લોથોન’નો પ્રારંભ

સૈન્યએ 1971ના ભારત-પાક. યુદ્ધમાં ભારતના વિજયની સુવર્ણ જયંતિ ઉજવી

અમદાવાદ : ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણી કરાઈ હતી. આ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે ગુજરાતથી રાજસ્થાન સુધી 1,971 કિલોમીટરની ‘સ્વર્ણિમ વિજય વર્ષ સ્લાઈક્લોથોન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 આ સાઈક્લોથોન 20 સહભાગીઓની રેલી ટીમો દ્વારા પૂરી કરવામાં આવશે. જેમાં બંને રાજ્યોમાંથી સૈન્યના વિવિધ ફોર્મેશનની ટીમો ભાગ લઈ રહી છે.  આ રેલીને 26 નવેમ્બર 2020ના રોજ 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંગ જ્હાલાએ લખપત નજીકથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી

  ગુમાનસિંહે 1965 અને 1971ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેમણે 7 ગ્રેનેડિઅર્સ સાથે સેવા આપી છે. આ લેગ દરમિયાન ટીમ સાઈકલિંગ કરીને કચ્છના વિશાળપટ્ટામાં 200 કિલોમીટરનું અંતર કાપીને હાજીપુર, ખાવડામાંથી પસાર થઈને છેવટે ભૂજ સુધી પહોંચી હતી. દરમિયાન ‘સ્વર્ણિમ વિજય વર્ષ’ના પ્રારંભના ભાગરૂપે ભૂતપૂર્વ જવાનો સુધી પહોંચવા માટે ભૂજ ખાતે બ્લાડ ઈગલ બ્રિગેડ દ્વારા એક્સ-સર્વિસમેન આઉટ રીચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  બ્લાડ ઈગલ બ્રિગેડ અને GKGH-કચ્છના ડૉક્ટરોએ અહીં તબીબી સુવિધાઓ પણ પૂરી પાડી હતી. જિલ્લા સૈનિક બોર્ડ, કચ્છ, SBI ભૂજના પ્રતિનિધીઓ અને કચ્છના જિલ્લા કમિશનર પણ પીઢ જવાનો અને ભૂતપૂર્વ જવાનોના પરિવારજનોની ફરિયાદોનું નિવારણ લાવવા અને ભૂતપૂર્વ સૈનિક યોગદાન આરોગ્ય યોજનાની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યાં હતા. મધાપર, ભૂજના વીર નારી સુશ્રી સોનલ એમ. ગઢવી કે જેઓ હાલમાં આર્મી પબ્લિક સ્કૂલમાં ભણાવી રહ્યાં છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

તેઓ મહાર રેજિમેન્ટના શહીદ સૈનિક નાઈક માનસિંગ રાજડે કે જેમણે 2004ના વર્ષમાં ઓપરેશન રક્ષક દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમના ધર્મપત્ની છે. બ્લાડ ઈગલ બ્રિગેડ દ્વારા આયોજિત આઉટરીચ શિબિર દરમિયાન તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીનો પ્રારંભ થવાથી સશસ્ત્ર દળોના તમામ ઘટકોના જવાનોમાં ટીમ ભાવના, સાહસવૃત્તિ અને હિંમતપૂર્ણ દૃષ્ટિકોણ વધશે અને તેમના મનોબળ તેમજ મજબૂતીમાં પણ વધારો થશે.

(10:09 am IST)