Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કોડીનારમાં ઉનાના તડીપાર કરેલ શખ્સ ઉપર ૪ શખ્સો દ્વારા તલવાર-ધોકા વડે હુમલો

હુમલો કરનાર ૪ શખ્સોમાંથી એક મુસ્લિમ શખ્સ જૂના ખૂન કેસમાં સામેલ : જુની અદાવતને લીધે હુમલો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ર૮ : પાણી દરવાજા પાસે રાત્રીના સમયે ઉનાના એક મુસ્લિમ તડીપાર શખ્સ ઉપર ઉનાના જ ખુન કેસમાં સંડોવાયેલા મુસ્લિમ શખ્સ સહિત ચાર શખ્સો ઝાયલો કારમાં તલવાર અને ધોકા લઇ આવી જીવલેણ હુમલો કરતા આ યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયો છે. સદભાગ્યે હુમલાની ઘટના સમયે જ કોડીનારના પીઆઇ એસ.એન. ચુડામા નાઇટ પેટ્રોલીંગમાં નીળકતા હુમલો કરનાર ચારે શખ્સો નાશી છૂટયા હતાં. પોલીસે સ્થળ ઉપર પડેલી ઝાયલો ગાડી તથા તેમાંથી જીવલેણ શસ્ત્રો કબ્જે લઇ ઇજા પામનાર યુવાનની ધોરણસરની ફરીયાદ લઇ નાશી છુટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉનાનો નવાજ રફીક કાસમાણી નામનો મુસ્લિમ યુવાન જે તડીપાર છે તે કોડીનારના મેમણ કોલોની ખાતે રહેતા તેના મિત્ર જબીરશા ગુલાબશા સાથે છેલ્લા ચાર માસથી રહે છે અને ફાચરીયા ગામે ચીકનની દુકાન ચલાવે છે. ગત રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ રફીકભાઇ કોડીનારના મોચીન ઉર્ફે ભોલુ, આમીર મકરાણી, નુરમામદ મન્સુરી તથા અન્ય એક અજાણ્યો શખ્સ ઝાયલો ગાડી નં. જીજે૧૧-એબી-૪પ૯૮ લઇ આવેલ અને આ ચારે શખ્સો પાસે તલવાર તથા બેઝબોલના ધોકા જેવા ઘાતક હથીયારો હતાં તેઓએ નવાજ રફીક ઉપર મિત્રને કેમ સાથે રાખે છે તેમ કહી હુમલો કરતા માથાના ભાગે કોઇ વસ્તુ લાગી જતા લોહીલુહાણ પડી ગયેલ.

સદભાગ્યે મારામારીની ઘટના બની તે વખતે કોડીનારના પી.આઇ. સંદીપસિંહ ચુડાસમા પેટ્રોલીંગમાં નીકળતા સ્થળ ઉપર પહોંચી જતા હુમલાખોર ગાડી તથા ઘાતક હથીયારો છોડી નાશી છૂટયા હતાં. પોલીસે નવાજ શરીફો કાસમાણીની ધોરણસરની ફરીયાદ લઇ ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ અજીતસિંહ ચલાવી રહ્યા છે જેના ઉપર હુમલો થયો તે અને હુમલો કરનાર બન્ને શખ્સો ઉનાના છે અને કોઇ જુની અદાવતના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

(11:40 am IST)