Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગોમટાના ચોરાઉ થ્રેસર-ટ્રેકટર સાથે મેહુલ કોળીને રૂરલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

ગોંડલના ગોમટા ગામેથી ચોરી થયેલ થ્રેસર અને ટ્રેકટર સાથે મેહુલ ઝવેરભાઈ કોળી રે. કલસાર ગામ તા. મહુવાને રૂરલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.આર. ગોહિલ તથા પીએસઆઈ એચ.એમ. રાણાની ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલ મેહુલ ગોમટામાંથી થ્રેસર અને ટ્રેકટર ચોરી મહુવા પંથકમાં ફેરવતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઈમ બ્રાંચે તેને પકડી પાડી ચોરાઉ ટ્રેકટર અને થ્રેસર કબ્જે કરી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. તસ્વીરમાં ચોરાઉ ટ્રેકટર અને થ્રેસર નજરે પડે છે.

(2:30 pm IST)