Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભાવનગરમાં સાયકલોની આડમાં ટોરસ ટ્રકમાં છૂપાવેલો ૧૧ લાખનો દારૂ ઝડપાયો : ૧૯૩ સાયકલો પણ કબ્‍જે કરાઇ

ક્રોસ કંપનીની સાયકલોમાંથી ૨૯૮ પેટી મળી : દારૂ મંગાવનાર બે આરોપી ફરાર : લઇ આવનાર ૨૪ની ધરપકડ : હરિયાણાની સીદસર જતા 'તા

ભાવનગર,તા. ૨૯: રેન્‍જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્‍તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્‍વયે રેન્‍જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગત રાત્રીના પેરોલ ફર્લો સ્‍કોર્ડના પોલીસ સબ ઇન્‍સ. આર.એચ.બારને મળેલ બાતમી આધારે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ની સુચના મુજબ ભાવનગર રેન્‍જના રીડર પો.ઇન્‍સ.શ્રી પી.વી. જાડેજા તથા સ્‍ટાફના માણસોએ વરતેજ-સીદસર રોડ ઉપરથી ટોરસ ટ્રક રજી.નં.HR-61-D-5982 માં ક્રોસ કંપનીની સાઇકલોના બોકસની આડમાં નીચે છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-૩૫૭૬ (પેટી નંગ-૨૯૮) કિં.રૂ. ૧૦,૭૨,૮૦૦/- તથા સાઇકલ નંગ ૧૯૩ તથા ટ્રક-૧, મોબાઇલ ફોન નંગ- ૩ તથા રોકડ રકમ સહિત કૂલ કી.રૂા. ૩૧,૬૦,૪૪૪/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) મનીષકુમાર ઉર્ફે મુનેષ સતીષકુમાર ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવિંગ રહે.નીમલી ગામ તા.જી.ચરખી દાદરી રાજય.હરિયાણા(૨) દિનેશકુમાર રામઅવતાર ઉ.વ.૨૫ ધંધો.ક્‍લીનર રહે.નીમલી ગામ તા.જી.ચરખી દાદરી રાજય.હરિયાણા(૩) કાનજીભાઇ બીજલભાઇ સીંધવ ઉ.વ.૨૦ રહે.મુળ ભુતેશ્રર ગામ તા.જી.ભાવનગર હાલ સીદસર ગામ, તા.જી.ભાવનગર(૪) વિપુલભાઇ મનજીભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે.સીદસર ગામ,જકાતનાકા પાસે તા.જી. ભાવનગરવાળાને પકડી પાડેલ ઉપરોકત ચારેય ઇસમો તથા સદરહુ દારૂનો જથ્‍થો આપનાર ઇસમ તથા જથ્‍થો મંગાવનાર ઇસમો આલોક કુમાર રહે.હાલ સીદસરગામ તા.જી. ભાવનગર તથા જયપાલ ઉર્ફે જપા કાના સ/ઓ કાનજીભાઇ ઢીલા રહે.કરદેજ તા.જી.ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્‍ધ પ્રોહી. એકટ તળે વરતેજ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી પી.વી. જાડેજા તથા સ્‍ટાફના એ.એસ.આઇ. નરેશભાઇ દેવલુક તથા હેડકોન્‍સ. બાબાભાઇ હરકટ તથા જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્‍સ. નિતીનભાઇ ખટાણા તથા ચેતનભાઇ બારૈયા તથા રાજુભાઇ કાંમ્‍બડ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

(11:00 am IST)
  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન : થોડી છૂટછાટ સાથે લોકડાઉન આખા ઓક્ટોબર માસ સુધી અમલી બનાવાયું access_time 7:49 pm IST

  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST