Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સાઇડમાં ઉભા રહી 'માવો' ખાવા જતા

માળિયાના મોટા દહીંસરા ગામે ડમ્પરે બાઇકને હડફેટે લેતા મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : માળિયા તાલુકાના લવણપુર રેલ્વે સ્ટેશન નજીક રહતા એકમભાઈ હિમસંગભાઈ ખરાડએ માળિયા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એકમભાઈના ભાઈ કનુભાઈ તથા તેના મિત્ર ખીમાભાઈ બામ્ભ્વા ગત તા.૧૮ ના રોજ ભેસદળથી લવણપુર આવતા હોય દરમિયાન મોટા દહીંસરા ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે મોટર સાઈકલ સાઈડમાં રાખી માવો ખાવા ઉભા હતા ત્યારે પુર ઝડપે આવતા ડમ્પર જીજે ૧૨ એફ ૨૨૭૭ના ચાલકે હડફેટે લેતા બંનેને ઈજા પહોચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ગંભીર રીતે ઘવાયેલ કનુભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 am IST)