Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દ્વારકા નગર પાલીકા પ્રમુખે સ્મશાન નજીકના રહીશોની સમસ્યાનું નિરીક્ષણ કર્યુ

બબે માસથી બંધ ગેસ ચેમ્બરને પુનઃ કાર્યરત કરાવાઇ

દ્વારકા, તા., ર૯: દ્વારકા નગર પાલીકાના નવનિયુકત પ્રમુખ શ્રીમતી જયોતીબેન સામાણી તથા પાલીકાના ચીફ ઓફીસર કુડીયાએ દ્વારકા ખાતે આવેલા સ્મશાનગૃહની મુલાકાત લીધેલ તેમજ સ્મશાન નજીક રહેતા રહેવાસીઓ તથા નજીકમાં આવેલા ચક્રનારાયણ મંદિરની મુલાકાત લીધેલ.

સ્મશાનગૃહ આસપાસ રહેણાંક ધરાવતા લોકોએ પાલીકામાં અગાઉ લેખીત રજુઆત કરીને જણાવેલ કે સ્મશાનગૃહમાં શબને અગ્નિદાહ આપવામાં આવે છે તેમાંથી ઉડતી રાખનો ધુમાડો તેમના રહેણાંક મકાનો સુધી પહોંચે છે જેનાથી આરોગ્ય વિષયક ગંભીર બીમારી થવાની શકયતાઓ હોવાથી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે રજુઆત કરેલ.

પાલીકા પ્રમુખ તથા અીફ ઓફીસરે રહેવાસીઓની સમસ્યાનું જાત નીરીક્ષણ કરીને તેમની રજુઆત વાજબી હોય તેનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી આપેલ.

આ ઉપરાંત ઇલેકટ્રીક સ્મશાનગૃહમાં ગેસ ચેમ્બર ટેકનીકલ કારણોસર આશરે બે માસથી બંધ હતી તેની તાત્કાલીક અસરથી ચાલુ કરાવેલ છે.

(11:36 am IST)