Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગોંડલ ભોજપરા ગામે હોમગાર્ડ જવાનના બાઇકને સળગાવવાનો પ્રયાસ

ગોંડલ,તા.૨૯ : ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતા અને છેલ્લા ૧૪ વર્ષથી ગોંડલ હોમગાર્ડ માં ફરજ બજાવતા બાબુભાઇ કરશનભાઇ સરવૈયા ના દ્યરના ફળિયા માં પાર્ક કરેલ હીરોહોન્ડા બાઇક ઞ્થ્૦૩ લ્થ્ ૪૬૮૬ માં ગત રાત્રીના કોઈ એ પેટ્રોલમાં રૂ ને પલાળી વાટ બનાવી સળગાવાનો પ્રયાસ કર્યો હતો દરમ્યાન બાબુભાઇના પુત્રને ધુવાડાની ગંધ આવતા જાગી જતા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી ઘટના અંગે હોમગાર્ડ જવાને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભોજપરા ગામમાં થોડા દિવસો પહેલા અન્ય એક હોમગાર્ડ જવાનની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા હોમગાર્ડ જવાનો રાત્રિના પોતાના ફરજ પર જતા હોય દ્યરમાં માત્ર પરિવારજનો અને નાના બાળકો હોય જેઓને હેરાન કરવાનું કારસ્તાન કોઈ દ્વારા કરવામાં આવી રહ્યું હોય જવાનો માં રોષ ફેલાવા પામ્યો છે.

અમર વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને  હારતોરા

ગોંડલ જેલ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને જન્મજયંતી નિમિતે યુદ્ઘ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા હારતોરા કરાય હતા આ તકે યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપના સદસ્યો હાજર રહ્યા હતા અને વંદેમાતરમ ભારત માતાકી જય સહિત ભગતસિંહજી અમર રહોના નારા લગાવ્યા હતા.

(11:41 am IST)