Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમરેલી જિ.ના ૧૧ તાલુકાના ખેડૂતોએ ''કૃષિ રાહત પેકેજ'' માટે અરજી કરવી

સાધનિક કાગળો સાથે ૩૧મી ઓકટોબર સુધીમાં ઓનલાઇન અરજી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૯: રાજય સરકારશ્રી દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.ર પ-૯-ર૦ર૦ના ઠરાવથી અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે વર્ષ ર૦ર૦-ર૧ માં ખરીફ ઋતુમાં ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદ અને ખેતરમાં પાણી ભરાય જવાના કારણે થયેલ ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે ''કૃષિ રાહત પેકેજ'' જાહેર કરવામાં આવેલ છે. સદર કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માંગતા ખેડુત ખાતેદારે Digital Gujarat પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ખાતે VCE/VLE/TLE મારફત જરૂરી સાધનિક કાગળો (૧) તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧ર (ર) સંયુકત ધારકોએ સંમતિપત્રક/કબુલાતનામુ પણ જોડવાનું રહેશે. (૩) ૮-અ (૪) આધારકાર્ડની નકલ (પ) સેવિંગ ખાતાની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક (IFSC કોડ સાથે) સાથે ઓનલાઇન અરજી કરી પ્રિન્ટ કરવાની રહેશે. સંયુકત ખાતા ધારકોએ સંમતિપત્રક/કબુલાતનામુ પણ જોડવાનું રહેશે. ઓનલાઇન થયેલ અરજીઓને સાધનિક કાગળો સહિત VCE/VLE/TLE ને આપવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ ૦૧ થી ૩૧ છે, જે ખેડુત દ્વારા ઓનલાઇન અરજી કરેલ હશે તેઓને જ આ કૃષિ રાહત પેકેજનો લાભ મળી શકશે. આથી જે ખેડુત ખાતેદારશ્રીઓ ઉપરોકત કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માંગતા હોય તેમણે નીચે દર્શાવેલ સાધનિક કાગળો સાથે તા. ૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવા આથી અનુરોધ કરવામાં આવે છે.

સાધનિક કાગળોની વિગતમાં (૧) તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧ર, (ર) સંયુકત ખાતા ધારકોએ સંમતિપત્રક/કબુલાતનામુ પણ જોડવાનું રહેશે. (૩) ૮-અ (૪) આધારકાર્ડની નકલ. (પ) સેવિંગ ખાતાની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક (IFSC કોડ સાથે) જોડવાની રહેશે તેમ જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવેલ છે.

(1:04 pm IST)