Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દ્વારકા, મોજપમાં ચરસના ૧૦ લાખના જથ્થા સાથે પકડાયેલા ત્રણેય જેલ હવાલે

બે દિ'ની રીમાન્ડમાં ત્રીજો આરોપી પણ પકડાયો

ખંભાળિયા તા.ર૯ : દ્વારકા ખાતે એસ.ઓ.જી પોલીસને ૩૦૦ગ્રામ ચરસનો જથ્થો મળતા તેની તપાસમાં ૬૭૩ર ગ્રામ ચરસના ૧૦ લાખના જથ્થા સાથે બે શખ્સો પકડાયા હતા.

આ પછી મીઠાપુર પી.આઇ. શ્રધ્ધા ડાંગરે તપાસ હાથ ધરીને મોજપ ગામે રહેતા આશાર્યાભા ગગાતા હાથલ તથા દ્વારકા રૂપેણ બંદર પર રહેતા અબ્બાસને પકડયા હતા તથા આ બંન્નેની બે દિવસની રિમાંડ મેળવી હતી.

પોલીસની પુછપરછમાં આશાર્યાભાનો જમાઇ પત્રામલભા હરસ્યાભા નાયાણી જે વાચ્છુ રહેતો હતો. તે ફરાર હતો તેની પણ ધરપકડ કરાઇ હતી.

પત્રામલતા દરીયાકાંઠા પાસે કુદરતી હાજતે જયાં ત્યાં દરિયામાંથી તણાઇ આવેલા ચરસના પેકેટ હતા જેથી તેણે તેના સસરા આશાર્યાભાને વાત કરતા તેમણે અબ્બાસને વાત કરી વેચવાની કાર્યવાહી શરૂ કરેલી. તાજેતરમાં કચ્છ મુંદ્રા વિસ્તારમાંથી ચરસના બિન વારસુ જથ્થો પકડાયો તે પૈકીના ત્યાંથી તણાઇને આવ્યાનું અનુમાન છે કેમ કે આ જથ્થો તેને મળતો આવે છે.

મીઠાપુર પી.આઇ. શ્રધ્ધાં ડાંગરે ત્રણેય આરોપીને જેલ હવાલે કર્યા છે.

(1:05 pm IST)