Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કલ્યાણપુરના ટીટોડી ગામે ૮ પત્તાપ્રેમી ઝડપાયા

ખંભાળીયાઃ કલ્યાણપુરના ટીટોડી ગામમાં રહેતા મંગળદાસ ઉર્ફે મંગાભાઇ કરશનભાઇ ગોહેલ વાણંદ પોતાના મકાને જુગારનો અખાડો ચલાવતા હોય જેથી રેઇડ કરી ૭૧.૮ર૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂ.રર૦૦૦/- (૧) મંગળદાસ ઉર્ફે મંગાભાઇ કરશનભાઇ ગોહેલ, (ર) પરબતભાઇ ઉર્ફે જયેશ ગોવિંદભાઇ આંબલીયા, (૩) અરશીભાઇ ભાયાભાઇ છુછર, (૪) ધાનાભાઇ અરજણભાઇ છુછર (પ) પાલભાઇ પાયાભાઇ લાબરીયા, (૬) મેરૂભાઇ નારણભાઇ ચાવડા, (૭) ભીમશીભાઇ કારાભાઇ આંબલીયા, (૮) માલદેવભાઇ સવદાસભાઇ છુછરને પકડી પાડેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડા, પો.સ.ઇ. વી.એમ.ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઇ નકુમ રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા, જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ આહીર, જેસલસીંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, બોઘાભાઇ કેરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(1:06 pm IST)