Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ધોરાજીમાં ભૂકંપનો હળવો આંચકો લોકોમાં થોડી વાર માટે ભય ફેલાઈ ગયો: બપોરે 3:45 કલાકે આવેલો ભૂકંપનો આંચકો

ધોરાજી: ધોરાજીમાં આજરોજ 3:45 કલાકે અચાનક ભૂકંપનો આંચકો આવતાં થોડીવાર માટે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો મોટાભાગે એપાર્ટમેન્ટમાંથી લોકો બહાર આવી ગયા હતા
આજરોજ બપીરે 3:45 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવતા ધોરાજી શહેર અને પંથકમાં થોડીવાર માટે લોકો ઘરની બહાર તેમજ એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા આ સમયે ભૂકંપનો આંચકો અનુભવ કરતા સિનિયર સીટીઝન ભીખાભાઈ રાઠોડે જણાવેલ કે હું બપોરે સેટી ઉપર આરામ કરતો હતો ત્યારે અચાનક હલવા લાગતા હું અચાનક જ ઉઠી ગયો હતો અને જોયું તો કંઈ હતું નહીં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોય એવો મને અનુભવ થયો હતો અને થોડીવાર માટે મને ડર લાગી  ગયો હતો
આ સમયે ધોરાજીના વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિતાબેન રાઠોડ તેમજ કુંજનબેન સેલાણી નિયતી તેમજ અન્ય મહિલાઓ પણ એપાર્ટમેન્ટની બહાર નીકળી ગઇ હતી અને તેઓએ જણાવેલ કે અમારા ઘરમાં અમે બેઠા હતા ત્યારે અચાનક જ ભૂકંપનો આંચકો આવતાં રસોડાની અંદર વાસણોનો ખખડી ઉઠયા હતા અને પંખો જોયો તો પણ  હલવા લાગેલો હતો જેના કારણે ભૂકંપનો આંચકો હોય એવું અમે અનુભવ કર્યું હતું પરંતુ આખા એપાર્ટમેન્ટમાંથી તમામ મહિલાઓ બહાર નીકળી જતા થોડીવાર માટે તો અમોને ભય ફેલાઇ ગયો હતો પરંતુ કોઈ જાતની મુશ્કેલી જોવા મળી ન હતી
આ સાથે ધોરાજી શહેર અને તાલુકાના વિસ્તારોમાં પણ મોટાભાગે બધા લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હતો પરંતુ કોઇ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી

(5:55 pm IST)