Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કચ્છનાં 17 પોલીસ કર્મચારીઓની રેન્જના જિલ્લામાં બદલીના હુકમ

પૂર્વ કચ્છનાં 11 અને પશ્ચિમ કચ્છનાં 6 પોલીસ કર્મચારીઓની બદલી

ભુજ : કચ્છમાં ફરજ બજાવતા 17 જેટલા પોલીસ કર્મચારીઓની રેન્જના જિલ્લામાં બદલી કરવામાં આવી છે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયાએ આ અંગે હુકમ કર્યો છે જે મુજબ પૂર્વ ક્ચ્છ અને પશ્ચિમ કચ્છની વિવિધ શાખાઓ અને પોલીસ મથકોમાં ફરજ બજાવતા 17 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરાયા છે કર્મચારીઓએ કરેલી રજૂઆતના આધારે સ્વ વિનંતીથી તેઓની રેન્જના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં બદલી કરવામાં આવી છે પૂર્વ કચ્છનાં 11 અને પશ્ચિમ કચ્છનાં 6 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે

(10:34 pm IST)