Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં સંદલ વિધી

જૂનાગઢઃ જમિયાલશાં દાતાર પર્વત પર ઉજવાઈ રહેલા ઉર્ષ પર્વ માં  રાત્રે ચંદન વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજય દાતાર બાપુની ગુફામાં રહેલા કિમતી આભૂષણો જેવાં કે નિલમ, માણેક,પોખરાજ, કાન ના કુંડળ, પવન પાવડી વગેરે જેવા અમૂલ્ય આભૂષણો કે જે વર્ષ માં એકજ વાર ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે અને આ આભૂષણોને દાતાર બાપુ ના મહંત ભીમ બાપુ, ટેલિયાઓ તેમજ દાતાર સેવક ગણ દ્વારા દુધ, ગંગાજળ, ગુલાબજળ વગેરે દ્રવ્યો દ્વારા સ્નાન વિધિ કરાવવાંમાં આવી હતી, તેમજ તેમની પૂજન વિધિ કરવામાં આવી હતી, ત્યાર બાદ પૂજય પટેલ બાપા તેમજ પૂજય વિઠલબાપુ ની સમાધિ પર પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહંત ભીમ બાપુ દ્વારા પધારેલા ભાવિ ભકતજનો તેમજ સેવકગણ માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી, સેવકગણ તેમજ શ્રદ્ઘાળુઓએ આભૂષણો ના દર્શન કર્યા હતા. આ પ્રસંગે  જગ્યાના ટ્રસ્ટી જયોતિબેન વાછાણી , યોગીભાઈ પઢીયાર ,જગ્યાના સેવક જયોતિષભાઈ ગાંધી, બટુકબાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:06 pm IST)