Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વિજયભાઇ રૂપાણી બગસરામાં

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી, તા., ૨૯: ધારી, બગસરા, ખાંભા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત પેટા ચુંટણી અંતર્ગત બગસરામાં આજે બપોરે ૩ વાગ્યે ઉત્સવ મેદાન ખાતે વિરાટ જાહેરસભા યોજાનાર છે.

આ જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરશે.

અમરેલી જિલ્લાભરમાંથી ભાજપ આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જે.વી.કાકડીયાનાં સમર્થનમાં જાહેર સભા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે.

(12:48 pm IST)