Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મોરબી એબીવીપીના બહેનો દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન

મોરબી : મોરબી : એબીવીપીના બહેન કાર્યકર્તાઓ દ્વારા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઇ, મહિલા પોલીસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન તેમજ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પણ નગર દરવાજા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં મહિલા પોલીસ કર્મચારી અને અધિકારી પણ ફરજ નિભાવી રહ્યા છે અને પોતાનો જીવ જોખમમાં મુકીને સતત કામગીરી કરી રહ્યા છે જેને બિરદાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગર્વની લાગણી અનુભવે છે તેમ નગર મંત્રી સંદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:14 am IST)