Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પોરબંદર જિલ્લા સેવા સદન-૧માં ખેત જમીનની ખરી નકલો ગ્રાઉન્ડ ફલોરમાંથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી

ત્રીજે માળે લેન્ડ રેકર્ડ કચેરીમાં વારંવાર સીડી ચડ ઉતર કરવી પડે છે

પોરબંદર, તા.૩૦ : જીલ્લાના ખેડૂતોને સીમતળના નવી માપણીના નકશા તથા જુની માપણીના નકશાની ખરીનકલો તથા ઓનલાઇન ટીપ્પણો તેમજ રી-સર્વેના હુકમો વિગેરેની ખરી નકલો જિલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફલોરમાં મળી રહે તે માટે વિન્ડો ચાલુ કરાવવા કિશન સંઘ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

પોરબંદર રાણાવાવ તથા કુતિયાણા એમ ત્રણ તાલુકાઓ આવેલ છે. આ ત્રણેય તાલુકાની ખેતીની જમીનોની ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ કચેરી પોરબંદર તરફથી આશરે બે ત્રણ વરસથી માપણી કરવામાં આવેલ છે. જેમાં કબ્જા-આકૃતિ-ક્ષેત્રફળ જેવી ઘણી બધી ક્ષતિઓ જે ત સમયે રહી જવા પામેલ છે અને જેથી ખેડુતોને જેમ જેમ જાણ થતી જાય છે તેમ તેમ અરજદારો દ્વારા લેન્ડ રેકર્ડ કચેરી પોરબંદરમાં નિયત નમુના મુજબના અરજી તથા સમંતીપત્ર આપવામાં આવે છે. ત્યાર બાદ લેન્ડ રેકર્ડ કચેરી પોરબંદર દ્વારા સુધારો પણ કરી આપવામાં આવે છે, પરંતુ ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ કચેરી સેવા સદનમાં ત્રીજા માળે આવેલી છે જેથી ત્રણેય તાલુકાના એક જ કામ માટે અવાર નવાર વખતો વખત ત્રીજા માળે સીડીમારફત ચડ ઉતર કરવી પડે છે અને હેરાન પરેશાન થઇ રહેલ છે.

અત્યારે કોરના કાળ ચાલે છે અને આપના સેવા સદનમાં ત્રીજા માળે ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ કચેરી (જમીન માપણી કચેરી) આવેલી હોય સેલ્ફ ડીસ્ટન્સીંગ બીલકુલ જળવાતું નથી તદ્ઉપરાંત ગામડામાંથી આવતા ખેડૂતોને આ ત્રીજા માળે આવેલી કચેરીને શોધવામાં હેરાનગતિ ભોગવવી પડે છે.

પોરબંદર જીલ્લાના ખેડૂતોના હિતમાં તેમજ કોરોનાનો ફેલાવો ન વધે તે હીત માટે પોરબંદર જીલ્લાના ખેડૂતોને આપના સદનમાં ગ્રાઉન્ડ ફલોરમાં એક વીન્ડો તાત્કાલી ચાલુ કરાવી ધોરણસર ચાર્જ લઇ જુની માપણી તેમજ નવી માપણીના સર્વે નંબરના નકશાની તેમજ ટીપ્પણોની તેમજ રી-સર્વે બાદના હુકમો તેમજ અન્ય જરૂરી કાગળોની ખરી નકલો તુરંત મળી રહે તે માટે ગાઉન્ડ ફલોરમાં ગ્રામીણ વીન્ડો ચાલુ કરવવા તેમજ સવારના ૧૦-૩૦થી ર-૦૦ અને બપોર પછી ર-૩૦થી ૬-૩૦ સુધી ચાલુ રહે અને ખેડૂતોને તેમની માંગણી મુજબ ગ્રાઉન્ડ ફલોરની વીન્ડો ઉપરથી માંગણી મુજબના કાગળો તાત્કાલીક ઓનલાઇન મળતા રહે તે માટે તાત્કાલીક ઘટીત હુકમ કરવા રજુઆતમાં જણાવેલ છે.

(11:18 am IST)