Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી માટે રૂ.૨૧૭.૪૫ લાખ મંજૂર કરાયા

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઇ

પ્રભાસપાટણ તા.૩૦ : ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન,ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂ. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

 વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂ.૩.૦૬ લાખ,ખેરાળી માટે રૂ.૬.૩૯ લાખ,ઉકડીયા માટે રૂ.૪.૮૫,ખંઢેરી માટે રૂ.૬.૬૨,ઉના તાલુકાના પસવાડા માટે રૂ.૧૨.૯૬ લાખ,ખાણ માટે રૂ.૪.૪૬ લાખ,પાણખાણ માટે રૂ.૧.૮૮ લાખ,લેરકા માટે રૂ.૨.૨૩ લાખ,કાણેકબરડા રૂ.૧.૫૯ લાખ,ગીરગઢડા તાલુકાના વડલી માટે રૂ.૧૬.૬૮ લાખ,નીતલી માટે રૂ.૧૪.૨૯ લાખ,આકોલાલી રૂ.૧૪.૮૭,દ્રોણ માટે રૂ.૧૧.૨૧ લાખ,સુત્રાપાડા તાલુકાના ટીંબડી માટે રૂ.૪.૮૩ લાખ,વિરોદર માટે રૂ.૧.૯૧ લાખ,તાલુકાના પીપળવા માટે રૂ.૨૧.૪૯ લાખ,તાલાળા તાલુકાના ભીમદેવળ માટે રૂ.૧૧.૯૨ લાખ,ભોજદે માટે રૂ.૨૪.૯૦ લાખ અને મોરૂકા માટે રૂ.૫૧.૩૧ લાખના પીવાના પાણીના કામો માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે. તેમજ૧૮૨૪ દ્યરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ વેરાવળના એન.એચ.રાઠોડ,યુનિટ મેનેજર વાસ્મો શ્રી વી.એન.મેવાડા,જિલ્લા સંયોજક વાસ્મો ગીર સોમનાથના શ્રી અલ્કા મકવાણા,નાયબ મેનેજર શ્રી એમ.બી.બલવા અને આર.એસ.ખાંભલા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:24 am IST)