Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન

શાસકોએ ચર્ચા અને જવાબથી બચવા માટે સામાન્ય સભાની જગ્યા ખાસ સભા બોલાવી

કચ્છઃ ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં વિકાસ કામોના એજન્ડાઓ પસાર કરીને શાસક પક્ષ ભાજપના સભ્યો સભામાંથી કોઈ ચર્ચા કર્યા વગર ચાલતી પકડતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા હંગામો મચાવાયો હતો. આ સાથે શાસકોએ પ્રમુખની ચેમ્બર બહાર રામધુન બોલાવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખાસ સભા બોલાવીને એજન્ડાઓ પસાર કરી દેવાયા પણ શાસકોએ ચર્ચા અને જવાબથી બચવા માટે સામાન્ય સભાની જગ્યા ખાસ સભા બોલાવી હતી

જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોનાગ્રસ્ત થયા બાદ આઈસોલેટ હોવાથી ઉપપ્રમુખ નિયતીબેન પોકારના અધ્યક્ષસ્થાને આ ખાસ સભા બોલાવાઈ હતી. સભા શરૂ થતાં જ વિકાસ કામોના એજન્ડા પસાર કરવામાં આવ્યા હતા, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ અંતિમ ખાસ સભામાં પાંચ વર્ષના હિસાબ સહિતના મુદે ચર્ચા કરવા હંગામો મચાવ્યો હતો, પરંતું કોંગ્રેસના આ વિરોધ વચ્ચે શાસક પક્ષ ભાજપે એજન્ડાઓ પસાર કરીને સભાને આટોપી લીધી હતી. આ સ્થિતિને પગલે નારાજ કોંગ્રેસના સભ્યોએ સભા ખંડમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને પ્રમુખની ચેમ્બર બહાર રામધુન બોલાવી હતી.જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલે જણાવ્યું હતું

(11:46 am IST)