Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આરાધનાધામમાં પોલીસ ટ્રેનીંગ વેળા બે ને કોરોનાઃ દેવભૂમિ જીલ્લામાં વધુ ૧૦ દર્દી

ખંભાળીયાના ૮૪ વર્ષના વિપ્ર વૃદ્ધાએ મ્હાત આપીઃ ઢોલનગારા સાથે ઘર વાપસી વધુ ૭ ડીસ્ચાર્જ થયાઃ ૧૩ નવા કન્ટેમેન્ટ ઝોન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૦ : આરાધનાધામ ખાતે હાલ નવા આવેલા પોલીસ કર્મીઓની ર૪૦ ઉપરાંતની ટ્રેનીંગ ચાલે છે જેમાં ત્યાંજ રહેવા જમવા તથા ટ્રેનીંગની વ્યવસ્થા છે તેમાં ક્રમશઃ એક પછી એક બે કેસ કોરોના પોઝીટીવ નીકળતા ટ્રેનીંગના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ત્રણ દિવસ પહેલા એક કેસ પોઝીટીવ હતો જે પછી ગઇકાલે પણ એક કેસ પોઝીટીવ નીકળ્યો હતો.

જો કે બન્ને પોઝીટીવ કેસના દર્દીઓને ખંભાળિયા કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે તથા ટ્રેનીંગમાં માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ તથા અન્ય નિયમોનુ પણ પાલન થઇ રહ્યું છે ત્યારે આવા ટ્રેનીંગમાં મોટી સંખ્યામાં ભેગા થતા હોય કોરોના સંક્રમણમાં આ ભેગા થવું સમુહ વધુ રોગ સંક્રમણ ફેલાવે તો નવાઇ નહી.

જો કે આરાધનાધામના કર્મચારીઓમાં આ હોમ સંક્રમણ થયું નથી.

દેવભૂમિ જિલ્લાના ભાણવડમાં એક, કલ્યાણપુરમાં ત્રણ તથા ખંભાળિયામાં છ મળી ને ૧૦ નવા દર્દી તથા દ્વારકાના બે અને ખંભાળિયાના પાંચ મળીને કુલ સાત ડિસ્ચાર્જ થયા છે.

કલ્યાણપુર તાલુકાના ગાણા ગામ, લાંબા ગાળે પીપળી વાડી, વિસ્તાર, યોગેશ્વરનગર, ખંભાળિયા ગામ વિસ્તાર, ખંભાળિયા, આરાધનાધામ ખંભાળિયા, જમુના હોટલ ખંભાળિયા રામનગર ખંભાળિયા, શાસ્રીનગર, ખંભાળિયા, ગાયત્રીનગર ખંભાળિયા અને આરાધાનધામ વિસ્તારમાં આ કેસ મળી આવતા હોસ્પટલમાં દાખલ કરાયા છે.

ગઇકાલે જિલ્લા કલેકરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ તેર નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા જેમાં યોગેશ્વરનગર ખંભાળિયા જુની લોહાણા મહાજનવાડી પાસે ખંભાળિયા, ગાયત્રીનગર ૩ ભાણવડ, રાપર, તા. કલ્યાણપુર, મયંક મંડેલવાળનું ઘર મીઠાપુર, રામનાથ મંદિર પાછળ રામનગર, સતવારા બોર્ડીંગ પાસે ભાણવડ, બામણાવા રોડ ગાગા, મહાજન શેરી હરિપુર તા. ખંભાળિયાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ખંભાળિયામાં શુકલસ્ટ્રીટમાં રહેતા પૂર્વ પાલિકા ચીફ ઓફીસર મહેશભાઇ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઇ શુકલ ઉ.૮૪ ર/૯/ર૦ ના કોરોના પોઝીટીવ નીકળતા ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં તથા ત્યાંથી જામનગર જી.જી. હોસ્પિટલમાં લઇ જવાયા હતા જયા ડાયાબીટીસના બ્લડ પ્રેસર તથા ઓકિસજનની તકલીફ જેવી રેશાનીઓ સામે લડીને પણ તેઓ ગઇકાલે સ્વથ્ય થઇને પોતાના ઘેર પરત ફરતા તેમના પરિવારજનો તથા તેમની શેરીના રહેશોએ આ અડીખમ રહયને ઢોલનગારા વગાડી ફુલહાર કરીને સન્માન કર્યું હતું તથા શારદાબેન અનેક પોઝીટીવ કેસ માટે પ્રેરણાસ્ત્રોત સોપાન બન્યા છે.

(12:35 pm IST)