Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મોકુફ રાખવા હાઇકોર્ટમાં રીટ

અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા કાનુની લડત અપનાવાઇ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩૦: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ. હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ લઈ રહી છે ત્યારે આવા કપરા કાળમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની આગામી ઓકટોબર અને ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા રાજય ચૂંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકુફ રાવાનો નિર્ણય કરવાઅપીલ કરી હતી અને જો ચૂંટણી મોકુફ નહીં રખાય તો નાછૂટકે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ જણાવ્યું હતું.

જે અન્વયે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈલેકશન કમિશન, ગુજરાત સરકાર સહિત અન્ય લોકો સામે રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફત પીટીશન કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થશે.

(12:41 pm IST)