Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ : ખાતામાંથી ૧.૩૦ લાખની ઉઠાંતરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : ઓનલાઈન નાણાકીય વ્યવહારો વધી રહ્યા છે સાથે જ ગઠિયાઓ પણ ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે. જેમાં મીતાણા ગામના વેપારીના ખાતામાંથી રૂ ૧.૩૦ લાખની ઉઠાંતરી થઇ હોય જે મામલે સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે

ટંકારાના મીતાણાના રહેવાસી ભરતભાઈ શામજીભાઈ મુછાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની લોકલ કયુબ કોમર્સ પ્રાઈવેટ લિમી. કંપનીનું સ્ટોર કિંગ નામની એપ્લીકેશનમાં ભવાની મોબાઈલ અને ઝેરોક્ષ નામના રજીસ્ટર એકાઉન્ટ હોય જે એકાઉન્ટ હેક કરી તા. ૧૯-૦૫-૨૦૨૦ ના રોજ અજાણ્યા ઇસમેં ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી રૂ ૧,૩૦,૫૯૫ ઉપાડી લીધેલ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલ હતો જે રકમમાંથી રૂ ૫૮,૭૩૨ પાછા જમા થયેલ છે અને બાકીના રૂ ૭૧,૮૬૩ ઉપાડી લઇ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોડપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી તાલુકાના મોડપર ગામે રામજી મંદિર નજીકની શેરીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મામદ ઉર્ફે કાળું ગગુભાઈ સુમરા, કિશોર રૂગનાથભાઈ અઘારા, નાનજી પાલાભાઇ બડઘા અને મણીલાલ ઉર્ફે બાલાભાઈ માધવજીભાઈ કુંડારિયા રહે બધા મોડપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૬,૧૭૦ અને ૪ મોબાઈલ કીમત રૂ ૬૦૦૦ અને મોટરસાયકલ કીમત રૂ ૧૫૦૦૦ સહીત કુલ રૂ ૩૭,૧૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(12:45 pm IST)